ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કેશવદાસ-૪
Revision as of 12:09, 3 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કેશવદાસ-૪'''</span> [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : પુષ્ટિ...")
કેશવદાસ-૪ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. ગોકુળનાથના ઈ.૧૬૨૧માં ગોકુળમાં થયેલા આગમન સુધીની સાંપ્રદાયિક દૃષ્ટિએ ઉપયોગી એવી ઐતિહાસિક વીગતો આપતી, ગોપાલદાસના ‘વલ્લભાખ્યાન’ની અસર ધરાવતી, ‘મીઠાં’ નામક ૯ કડવાંની ‘વલ્લભવેલ/જન્મવેલ’ (*મુ.) એ કૃતિના કર્તા. કૃતિ : *વૈષ્ણવધર્મપતાકા, પોષ ૧૯૮૦થી પોષ ૧૯૮૧. સંદર્ભ : કવિચરિત:૧-૨. [ચ.શે.]