ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ખ/ખીમણ
Revision as of 06:49, 5 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ખીમણ'''</span> [ ]: નિજિયાપંથના ભજનિ...")
ખીમણ [ ]: નિજિયાપંથના ભજનિક કવિ. જ્ઞાતિએ મેઘવાળ. ‘મેઘા ખીમણ’ એવી નામછાપ ધરાવતા હિંદી-રાજસ્થાનીની છાંટવાળી ગુજરાતી ભાષામાં રચાયેલા આ કવિના ૪ કડીના ૧ પદ(મુ.)માં યોગમાર્ગી પદાવલિમાં અધ્યાત્મઅનુભવનું વર્ણન થયેલું છે. કૃતિ : ભજનિક કાવ્યસંગ્રહ, સં. શા. વૃંદાવનદાસ કાનજી, ઈ.૧૮૮૭. [કી.જો.]