ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગંગાદાસ-૨
ગંગાદાસ-૨ [ઈ.૧૬૦૩માં હયાત]; લોંકાગચ્છના જૈન સાધુ. જશવંતમુનિના જીવનકાળ (ઈ.૧૫૭૮-ઈ.૧૬૩૨)માં રચાયેલ ‘જશવંત આચાર્યના બારમાસા’ (ર.ઈ.૧૬૦૩/સં. ૧૬૫૯, કારતક સુદ ૭)ના કર્તા. આ કૃતિ ભૂલથી ખરતરગચ્છના જિનસિંહસૂરિની પરંપરામાં લબ્ધિકલ્લોલના શિષ્ય ગંગદાસને નામે નોંધાયેલી છે. સંદર્ભ : મુપુગૂહસૂચી. [ર.સો.]