ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જગ ઋષિ જગા ઋષિ
Revision as of 10:31, 10 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જગ(ઋષિ)/જગા(ઋષિ)'''</span> [ઈ.૧૫૪૭માં હયાત] : તપગચ્છન...")
જગ(ઋષિ)/જગા(ઋષિ) [ઈ.૧૫૪૭માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. આણંદવિમલસૂરિની પરંપરામાં શ્રીપતિઋષિના શિષ્ય. ૧૨૬/૧૩૬ કડીના, ૨૪ દંડકનું વર્ણન આપતા ‘દંડકવિચાર-સ્તવન/વિચારમંજરી-સ્તવન’ (ર.ઈ.૧૫૪૭)ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૧,૩(૧); મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસિચિ : ૧.[ચ.શે.]