ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જગજીવન-૩

From Ekatra Wiki
Revision as of 10:32, 10 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જગજીવન-૩'''</span> [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : નર્મદાત...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


જગજીવન-૩ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : નર્મદાતટ પરના સિનોરના નિવાસી અને જ્ઞાતિએ ટોળકિયા ઔદીચ્ય બ્રાહ્મણ. તેમનું અવસાન ઈ.૧૮૨૬ની આસપાસમાં થયાનું અનુમાન છે. ચૈત્ર માસમાં વાંચવા માટે લોકપ્રિય પ્રસિદ્ધ રાગોમાં ૧૭ ગરબામાં રચાયેલ ‘ઓખારાણીના ગરબા/ઓખાહરણ’ (લે. ઈ.૧૮૪૮), ‘અનસૂયાજી માતાનો ગરબો’ અને ‘જ્ઞાન-ગરબો’ એ કૃતિઓના કર્તા. સંદર્ભ : ૧. સાહિત્ય, ફેબ્રુઆરી ૧૯૧૬ - ‘ગુજરાતી કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય’, છગનલાલ રાવળ;  ૨. કદહસૂચિ;૩. ગૂહાયાદી.[ચ.શે.]