ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જિનવિજય-૧
Revision as of 13:16, 12 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જિનવિજય-૧'''</span> [ઈ.૧૭મી સદી] : તપગચ્છની જૈન સાધુ...")
જિનવિજય-૧ [ઈ.૧૭મી સદી] : તપગચ્છની જૈન સાધુ. વિજયપ્રભસૂરિની પરંપરામાં વિમલવિજયશિષ્ય કીર્તિવિજય વાચકના શિષ્ય. તેમની કૃતિઓ ઈ.૧૬૩૮ અને ઈ.૧૬૮૩ વચ્ચેનાં રચનાવર્ષો દેખાડે છે. એમની કૃતિઓમાં ૨૭ કડીની ‘ચોવીસજિન ઢાળમાળા-સ્તવન/જિનસ્તવન-ચોવીસ’ (ર.ઈ.૧૬૭૫/સં. ૧૭૩૧, માગશર વદ ૧૩, બુધવાર; મુ.), ૪ અધિકાર અને ૭૨૫ ગ્રંથાગ્રની ‘જયનૃપ-ચોપાઈ/જયવિજયકુમાર-રાસ’ (ર.ઈ.૧૬૭૮) અને ૧૦ દૃષ્ટાંત પરની ૧૦ સઝાયો (ર.ઈ.૧૬૭૩/૧૬૮૩; મુ.)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેમણે સંસ્કૃતમાં ‘વાક્યપ્રકાશ’ પર અવચૂરિ (ર.ઈ.૧૬૩૮) પણ રચી છે. કૃતિ : ૧. ચોસંગ્રહ; ૨. જૈન સત્યપ્રકાશ, જૂન ૧૯૪૭ - ‘દાશદૃષ્ટાંતની સઝાય’, સં. માનતુંગવિજયજી. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; ૨. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૩. મુપુગૂહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ર.સો.]