ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેવવિજ્ય-૩

From Ekatra Wiki
Revision as of 12:03, 17 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દેવવિજ્ય-૩'''</span> [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


દેવવિજ્ય-૩ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદેવસૂરિની પરંપરામાં વાચક ઉદયવિજ્યના શિષ્ય. વિજ્યદેવસૂરિનું જીવનવૃત્તાંત આલેખતી ૫૧ કડીની ‘વિજ્યદેવસૂરિનિર્વાણ’ (ર.ઈ.૧૬૫૭) તથા ૪૮ ઢાળ અને ૨૪૦ કડીની ‘ચંપક-રાસ’ (ર.ઈ.૧૬૭૮/સં.૧૭૩૪, શ્રાવણ સુદ ૧૩)ના કર્તા. તેમણે હિન્દીમાં જુદા જુદા રાગોમાં ઢાળેલી ૪૪ પદોની ‘ભક્તામરસ્તોત્ર-રાગમાલા’ (ર.ઈ.૧૬૭૪/સં.૧૭૩૦, પોષ સુદ ૧૩, સોમ/શુક્રવાર; *મુ.)ની રચના કરી છે. કૃતિ : * ભક્તામરસ્તોત્રરાગમાલા, પ્ર. ભીમસિંહ માણક. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]