ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેવવિજ્ય-૪
Revision as of 12:04, 17 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દેવવિજ્ય-૪'''</span> [ઈ.૧૭મી સદી] : તપગચ્છના જૈન સાધ...")
દેવવિજ્ય-૪ [ઈ.૧૭મી સદી] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદેવસૂરિની પરંપરામાં વિજ્યસિંહસૂરિ (આચાર્યકાળ ઈ.૧૬૨૬થી ઈ.૧૬૫૩)ના શિષ્ય. ૬ ઢાળની ‘પંચરમેષ્ઠી-સઝાય’ (મુ.), ૯ કડીની ‘ચૌદ નિયમની સઝાય’ (મુ.) તથા ૪ કડીની ‘પાર્શ્વનાથ-સ્તુતિ/દશમની સ્તુતિ’ના કર્તા. કૃતિ : ૧. નસ્વાધ્યાય : ૩; ૨. મોસસંગ્રહ. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]