ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નબીમિયાં
Revision as of 06:09, 27 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''નબીમિયાં'''</span> [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : મુસ્લિમ કવિ. પીર કાયમુદ્દીન (અવ.ઈ.૧૭૭૩)ની પરંપરામાં અભરામબાવાના શિષ્ય. ભરૂચના કાજી ખાનદાનના સૈયદ. એમ...")
નબીમિયાં [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : મુસ્લિમ કવિ. પીર કાયમુદ્દીન (અવ.ઈ.૧૭૭૩)ની પરંપરામાં અભરામબાવાના શિષ્ય. ભરૂચના કાજી ખાનદાનના સૈયદ. એમણે ભક્તિ, યોગ અને વેદાંતનાં તત્ત્વોનો આશ્રય લેતાં, સરળ દૃષ્ટાંતો યોજતાં અને લોકભોગ્ય અભિવ્યક્તિ ધરાવતાં કેટલાંક ભજનો(મુ.) અને હિન્દીમાં કલામો(મુ.) રચેલ છે. કૃતિ : ૧. અભમાલા; ૨. ભક્તિસાગર, સં. હરગોવનદાસ હરકિશનદાસ, ઈ.૧૯૨૯ (+સં.). [ર.ર.દ.]