ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નારાયણ મુનિ-૨

Revision as of 11:58, 27 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''નારાયણ(મુનિ)-૨'''</span> [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : જૈન સાધુ. રત્નસિંહસૂરિની પરંપરામાં સમરચંદના શિષ્ય. ૩૧૫ કડીની ‘નલદમયંતી-રાસ’ (ર. ઈ.૧૬૨૬/સં. ૧૬૮૨, પોષ સુદ ૧૧, ગુરુવાર), ૨૧...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


નારાયણ(મુનિ)-૨ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : જૈન સાધુ. રત્નસિંહસૂરિની પરંપરામાં સમરચંદના શિષ્ય. ૩૧૫ કડીની ‘નલદમયંતી-રાસ’ (ર. ઈ.૧૬૨૬/સં. ૧૬૮૨, પોષ સુદ ૧૧, ગુરુવાર), ૨૧ ઢાળ અને ૧૩૫ કડીની ‘અયમુત્તાકુમાર-રાસ’ (ર.ઈ.૧૬૨૭/સં. ૧૬૮૩, પોષ વદ -, બુધવાર), ‘અંતરંગ-રાસ’ (ર.ઈ.૧૬૨૭), ૨ ખંડ અને ૯૭ ઢાળનો ‘શ્રેણિક-રાસ’, ૩૮ કડીની ‘અઢારનાત્રાં-સઝાય’ તથા ગીત, ભાસ, સઝાય વગેરે પ્રકારની લઘુકૃતિઓના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૨ મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી. [કી.જો.]