ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નિત્યવિજય-૨

From Ekatra Wiki
Revision as of 12:00, 27 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''નિત્યવિજય-૨'''</span> [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયસેનસૂરિની પરંપરામાં લાવણ્યવિજયના શિષ્ય. ૧૨ સઝાયોમાં રચાયેલી ‘એકાદશાંગ-સ્થિરિકરણ-સઝાય’ (ર.ઈ.૧૬...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


નિત્યવિજય-૨ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયસેનસૂરિની પરંપરામાં લાવણ્યવિજયના શિષ્ય. ૧૨ સઝાયોમાં રચાયેલી ‘એકાદશાંગ-સ્થિરિકરણ-સઝાય’ (ર.ઈ.૧૬૭૮) અને ૩૭ કડીની ‘શંખેશ્વર પાર્શ્વનાથ-છંદ’ (ર.ઈ.૧૬૮૯ કે ૧૬૯૯/સં. ૧૭૪૫ કે ૧૭૫૫ શ્રાવણ વદ ૧૩; મુ.)ના કર્તા. કૃતિ : ૧. મણિભદ્રાદિકોના છંદોનો પુસ્તક : ૧, પ્ર; નિર્ણયસાગર પ્રેસ, સં. ૧૯૪૦; ૨. સસન્મિત્ર(ઝ.). સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨; ૨. લીંહસૂચી. [શ્ર.ત્રિ.]