ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પીપાજી-પીપો
Revision as of 06:42, 31 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''પીપાજી/પીપો'''</span> [ ] : મારવાડના રાજવીકુળના સંત. લોકસાહિત્યના કવિ. જન્મ ઈ.સ. ૧૩૩૦માં થયો હોવાની માન્યતા છે. પિતાનું નામ ભોજરાજ અને માતાનું નામ સફ...")
પીપાજી/પીપો [ ] : મારવાડના રાજવીકુળના સંત. લોકસાહિત્યના કવિ. જન્મ ઈ.સ. ૧૩૩૦માં થયો હોવાની માન્યતા છે. પિતાનું નામ ભોજરાજ અને માતાનું નામ સફલાદે. તેઓ નિર્ગુણબ્રહ્મના ઉપાસક હતા. ગુજરાતી અને હિન્દીમિશ્ર ગુજરાતીમાં મળતા તેમની પદ-ભજન (૩ મુ.) પ્રકારની કૃતિઓમાં લોકબોલીના સ્પર્શી ભાવની ઉત્કટતા આવી છે. કૃતિ : ૧. નકાસંગ્રહ; ૨. પ્રાકાવિનોદ : ૨; ૩. પ્રીતના પાવા, સં. પુષ્કર ચંદરવાકર, ઈ.૧૯૮૩ (+સં.); ૪. બૃહત્ સંતસમાજ ભજનાવળી. પ્ર. પુરુષોત્તમદાસ ગી. શાહ, ઈ.૧૯૫૦ (છઠ્ઠી આ.) સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ.[કી.જો.]