ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પ્રેમવિજય

Revision as of 06:08, 1 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''પ્રેમવિજય'''</span> : આ નામે ૧૯ કડીનું ‘શત્રુંજય સ્થાનસંખ્યા-સ્તવન’ (લે.ઈ.૧૫૯૨), ૫ કડીની ‘એકાદશ-ગણધર-સઝાય, ૨૪ કડીની ‘ચોવીસજિન-નમસ્કાર’, ‘નરકસ્વરૂપવર્ણન-ગર્ભિતવીરજિ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


પ્રેમવિજય : આ નામે ૧૯ કડીનું ‘શત્રુંજય સ્થાનસંખ્યા-સ્તવન’ (લે.ઈ.૧૫૯૨), ૫ કડીની ‘એકાદશ-ગણધર-સઝાય, ૨૪ કડીની ‘ચોવીસજિન-નમસ્કાર’, ‘નરકસ્વરૂપવર્ણન-ગર્ભિતવીરજિન-સ્તવન’, ‘મહાવીરજિન-સ્તવન’, ‘રાજલસંદેશ-બાવની’, ૪૪ કડીનું ‘શત્રુંજ્ય-સ્તવન’ (લે.ઈ.૧૮૮૫), ૩૮/૩૯ કડીની ‘સંસારસ્વરૂપ-સઝાય’ તથા ૩૩ કડીની ‘સીમંધર-બત્રીસી’ નામની રચનાઓ મળે છે. તેના કર્તા કયા પ્રેમવિજય છે તે સ્પષ્ટપણે કહેવું મુશ્કેલ છે. સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨ ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ર.ર.દ.]