ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભક્તિ-૧-ભક્તિવિજય

From Ekatra Wiki
Revision as of 10:27, 2 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ભક્તિ-૧/ભક્તિવિજય'''</span> [ઈ.૧૬૧૫ પહેલાં] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યસૂરિની પરંપરામાં વિજયસેનસૂરિ (ઈ.૧૫૪૮-ઈ.૧૬૧૫)ના શિષ્ય. હીરવિજયસૂરિ અને અકબરના સંબંધોના નિરૂપ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ભક્તિ-૧/ભક્તિવિજય [ઈ.૧૬૧૫ પહેલાં] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યસૂરિની પરંપરામાં વિજયસેનસૂરિ (ઈ.૧૫૪૮-ઈ.૧૬૧૫)ના શિષ્ય. હીરવિજયસૂરિ અને અકબરના સંબંધોના નિરૂપણ દ્વારા હીરવિજયસૂરિની પ્રશંસા કરતી ૭/૧૭ કડીની ‘હીરવિજયસૂરિ-સઝાય/રાસ’(મુ.) નામની કૃતિના કર્તા. પ્રસ્તુત કૃતિમાં નિરૂપાયેલું અકબર દ્વારા હીરવિજયસૂરિને પત્ર લખીને દિલ્હી આવવાનું આમંત્રણ તથા ધર્મવાર્તાથી પ્રસન્ન થઈને બંદીઓ તથા પશુપંખીઓની મુક્તિ અને ‘અમારી’નાં ફરમાન કાઢવાનું વૃત્તાંત તપગચ્છ પટ્ટાવલીમાં ઈ.૧૫૮૩માં નોંધાયેલું છે. એ આધારે પ્રસ્તુત કૃતિની રચના ઈ.૧૫૮૩ પછી થઈ હોય એમ કહી શકાય. કૃતિ : ૧. જૈસસંગ્રહ(જૈ); ૨. જૈસસંગ્રહ(ન); ૩. સજઝાયમાળા (પં.); ૪. સઝાયમાલા(જા) : ૧-૨. સંદર્ભ : તપગચ્છપટ્ટાવલી, શ્રી ધર્મસાગરજી, ઈ.૧૯૪૦. [ર.ર.દ.]