ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભીમ-૪ ભીમજી ઋષિ

From Ekatra Wiki
Revision as of 10:03, 5 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ભીમ-૪/ભીમજી (ઋષિ)'''</span> [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ) : લોંકાગચ્છના જૈન સાધુ. જીવઋષિની પરંપરામાં આચાર્ય વીરસિંહના શિષ્ય. પૂર્વાવસ્થામાં જ્ઞાતિએ ભાવસાર. ૩ ખંડમાં રચાયેલ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ભીમ-૪/ભીમજી (ઋષિ) [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ) : લોંકાગચ્છના જૈન સાધુ. જીવઋષિની પરંપરામાં આચાર્ય વીરસિંહના શિષ્ય. પૂર્વાવસ્થામાં જ્ઞાતિએ ભાવસાર. ૩ ખંડમાં રચાયેલા ‘શ્રેણિક-રાસ’ (પ્રથમ ખંડ ર.ઈ.૧૫૬૫/સં. ૧૬૨૧ ભાદરવા સુદ ૨; બીજો ખંડ ર.ઈ.૧૫૭૬/સં. ૧૬૩૨, ભાદરવા વદ ૨; ત્રીજો ખંડ ર.ઈ.૧૫૮૦/સં. ૧૬૩૬, આસો વદ ૭, રવિવાર) તથા ‘નાગલકુમાર નાગદત્તનો રાસ’ (ર.ઈ.૧૫૭૬/સં. ૧૬૩૨, આસો સુદ ૫, શુક્રવાર)ના કર્તા. ‘શ્રેણિક-રાસ’નો ચતુર્થ ખંડ રચવાની અભિલાષા ત્રીજા ખંડમાં તેમણે વ્યક્ત કરી છે પણ તે ખંડ રચાયો કે નહીં તે જાણવા મળતું નથી. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ; ૩. મરાસસાહિત્ય;  ૪. આલિસ્ટઑઇ : ૨; ૫. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૬. મુપુગૂહસૂચી; ૭. લીંહસૂચી. [ગી.મુ.]