ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મતિસુંદર-૧

From Ekatra Wiki
Revision as of 04:11, 6 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''મતિસુંદર-૧'''</span> [ઈ.૧૫૬૫માં હયાત] : જૈન સાધુ. અસાઇતકૃત ‘હંસાઉલી’ના પ્રથમ ખંડના આધાર પર એમણે દુહા-ચોપાઈની ૧૪૨ કડીમાં ‘હંસાઉલીપૂર્વભવ-ચરિત’ (ર.ઈ.૧૫૬૫; મુ.) કૃતિ રચી છ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


મતિસુંદર-૧ [ઈ.૧૫૬૫માં હયાત] : જૈન સાધુ. અસાઇતકૃત ‘હંસાઉલી’ના પ્રથમ ખંડના આધાર પર એમણે દુહા-ચોપાઈની ૧૪૨ કડીમાં ‘હંસાઉલીપૂર્વભવ-ચરિત’ (ર.ઈ.૧૫૬૫; મુ.) કૃતિ રચી છે. અસાઇતની કૃતિમાં નાયક-નાયિકાના વર્તમાન અવતારની સાથે તેમના પૂર્વના પોપટ-પોપટીના ૧ અવતારની એટલે કે કુલ ૨ અવતારની કથા રજૂ થઈ છે. જ્યારે મતિસુંદરે પોપટ-પોપટીનાય પૂર્વભાવના રાજકુંવર કૂપુ અને રસોયણની પુત્રી ગંગાના પ્રેમસંબંધની ત્રીજી અવતારકથા ઉમેરી પોતાની કૃતિને જન્મજન્માંતરના પ્રેમની કથા બનાવી છે. કૃતિ : હંસાઉલી, સં. કેશવરામ કા. શાસ્ત્રી, ઈ.૧૯૪૫. સંદર્ભ : ૧. આકવિઓ : ૧; ૨. કામાવતીની કથાનો વિકાસ અને કવિ શિવદાસકૃત કામાવતીની વાર્તા, પ્રવીણ અ. શાહ, ઈ.૧૯૭૬; ૩. ગુસારસ્વતો; ૪. મધ્યકાલીન ગુજરાતી પ્રેમકથાઓ, હસુ યાજ્ઞિક, ઈ.૧૯૭૪;  ગૂહાયાદી. [કી.જો.]