ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માણેક-માણેકવિજ્ય

Revision as of 15:32, 6 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''માણેક/માણેકવિજ્ય'''</span> : આ નામે ૩૭ કડીની ‘નિસાણીસ્તવન’, ૬ કડીની ‘આદિજિન/આદિનાથ-આરતી’ (મુ.), ૧૮ કડીની ‘સ્ત્રીના અવગુણની સઝાય’(મુ.), ૬ કડીનું ‘સિદ્ધાચલનું સ્તવન’(મુ.)...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


માણેક/માણેકવિજ્ય : આ નામે ૩૭ કડીની ‘નિસાણીસ્તવન’, ૬ કડીની ‘આદિજિન/આદિનાથ-આરતી’ (મુ.), ૧૮ કડીની ‘સ્ત્રીના અવગુણની સઝાય’(મુ.), ૬ કડીનું ‘સિદ્ધાચલનું સ્તવન’(મુ.), ૭/૯ કડીનું ‘પરસનાથ/પાર્શ્વનાથ-સ્તવન’(મુ.), ૮ કડીનું ‘સિદ્ધચક્રનું ચૈત્યવંદન’(મુ.), ૪/૫ કડીનાં ૨ ‘જિનસ્તવન’, ‘અષ્ટકર્મ પ્રવૃત્તિવિચાર’, ૯ કડીનું ‘પર્યુષણા-સ્તવન’ તથા કેટલાક સુભાષિત (મુ.) મળે છે, પરંતુ આ કૃતિઓના કર્તા કયા માણેક/માણેકવિજ્ય છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૧; ૨. જિનગુણ પદ્યાવલી, પ્ર. શાહ વેણીચંદ સુ; ઈ.૧૯૨૫; ૩. જિસ્તમાલા; ૪. જૈકાપ્રકાશ : ૧; ૫. જૈકાસંગ્રહ; ૬. જેરસંગ્રહ; ૭. જૈસસંગ્રહ(જૈ); ૮. જૈસસંગ્રહ(ન); ૯. પ્રાસપસંગ્રહ; ૧૦. મોસસંગ્રહ;  ૧૧. જૈનયુગ, અષાડ-શ્રાવણ અને બંને શ્રાવણ ૧૯૮૪-‘જૂનાં સુભાષિતો’ સં. મોહનલાલ દ. દેશાઈ. સંદર્ભ : ૧. ડિકૅટલૉગબીજે; ૨. લીંહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ર.ર.દ.]