ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માન મુનિ-૧-માનવિજ્ય

Revision as of 15:48, 6 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''માન(મુનિ)-૧/માનવિજ્ય'''</span> [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યાનંદસૂરિની પરંપરામાં શાંતિવિજ્યના શિષ્ય. આ કવિની કૃતિઓ આ મુજબ છે : હેમચંદ્રસૂરિકૃત ૩...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


માન(મુનિ)-૧/માનવિજ્ય [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યાનંદસૂરિની પરંપરામાં શાંતિવિજ્યના શિષ્ય. આ કવિની કૃતિઓ આ મુજબ છે : હેમચંદ્રસૂરિકૃત ૩૪૨૫ ગ્રંથાગ્રની કૃતિ પર ૩૬૦૦ ગ્રંથાગ્રનો ‘ભવભાવના-બાલવબોધ’ (ર.ઈ.૧૬૬૯), ૨૧ કડીનું ટબાસહિત ‘સુમતિકુમતિ (જિનપ્રતિમા)-સ્તવન’ (ર.ઈ.૧૬૭૨), ૧૭ કડીનો ‘ગુરુતત્ત્વપ્રકાશ-રાસ’(ર.ઈ.૧૬૭૫; મુ.), ૧૪ ઢાળ અને ૭૫ કડીનું ‘તત્ત્વવિચારબોધકસપ્તનયવિચારગર્ભિત-સ્તવન/સપ્તનયવિવરણરાસ’(ર.ઈ.૧૬૭૫ આસપાસ; મુ.), ૧૩૫૦ સર્વગ્રંથાગ્રનો ‘નવતત્ત્વપ્રકરણ-બાલાવબોધ’ (ર.ઈ. ૧૬૭૯), ઉત્તરાધ્યયનસૂત્ર-બાલાવબોધ (ર.ઈ.૧૬૮૩/સં.૧૭૪૧, પોષ સુદ ૧૩), ૧૦ કડીની ‘આઠ મદની સઝાય’(મુ.), ૪ ઢાળનું ‘આદિત્યનાથ-સ્તવન’ ૨૫ કડીનું ૪ ઢાળમાં વિભાજિત ‘આંબિલતપશ્રીસિદ્ધચક્ર-સ્તવન’ (મુ.), ૮૫ કડીનું ‘ગુણસ્થાનગર્ભિત શાંતિનાથવિજ્ઞપ્તિરૂપ-સ્તવન’, ‘ચોવીશ જિનનમસ્કાર’, ‘ચોવીશી’(મુ.), ૩૦ કડીનો ‘નમસ્કાર-છંદ’(મુ.), ૫૬ કડીની ‘નમસ્કાર-સઝાય’, ‘પચ્ચકખાણ-સઝાય’, ૯ કડીની ‘પાર્શ્વનાથસ્થવિર-સઝાય’, ૩૩ ‘ભગવતીસૂત્રની સઝાયો/સઝાયસંગ્રહની પોથી’ (મુ.-આમાંની કેટલીક સઝાયો સ્વતંત્રરૂપે પણ મુદ્રિત છે), ૧૭ કડીની ‘માર્ગાનુસારી ગુણી સઝાય’(મુ.), ૬ ઢાળ ને ૫૩ કડીનું ‘શ્રાવકના બારવ્રતની સઝાય’ (મુ.), ‘મોહરાજકથાગર્ભિત જિનને વિનંતિરૂપ મહાવીરજિન-સ્તવન’ (મુ.) ૧૧ કડીની ‘શ્રાવકના ૨૧ ગુણની સઝાય’ (મુ.) ૫૬ કડીની ‘શ્રાવકના બારવ્રતની સઝાય’ (મુ.) ૧૭ કડીની ‘શ્રી-સઝાય’, ૭ કડીની ‘સાધુગુણ-૨૧ સઝાય’ તથા સંસ્કૃતગ્રંથ ‘ધર્મસંગ્રહ’. કૃતિ : ૧. ઉપદેશમાળા પ્રકરણ, પ્ર. જૈન શ્રેયસ્કર મંડળ, ઈ.૧૯૦૯; ૨. ચૈસ્તસંગ્રહ : ૩; ૩. જિસ્તકાસંદોહ : ૨; ૪. જૈકાસંગ્રહ; ૫. જૈગૂકવિઓ : ૧; ૬. જૈરસંગ્રહ; ૭. જૈસસંગ્રહ(જૈ); ૮. જૈસસંગ્રહ(ન); ૯. નસ્વાધ્યાય; ૧૦. મોસસંગ્રહ;  જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ હેરલ્ડ, મે ૧૯૧૭-‘સાતનયનો રાસ’, સં. મોહનલાલ દ. દેશાઈ. સંદર્ભ : ૧. ઐરાસંગ્રહ : ૩; ૨. ગુસારસ્વતો; ૩. જૈસાઇતિહાસ; ૪. દેસુરાસમાળા; ૫. પાંગુહસ્તલેખો;  ૬. આલિસ્ટઑઇ : ૨; ૭. કૅટલૉગગુરા; ૮. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૯. જૈહાપ્રોસ્ટા; ૧૦. ડિકૅટલૉગબીજે; ૧૧. મુપુગૂહસૂચી; ૧૨. લીંહસૂચી; ૧૩. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ર.ર.દ.]