ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માંગુ

Revision as of 04:05, 7 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''માંગુ'''</span> [સં. ૧૭મી સદી પૂર્વાર્ધ] : તેમની પૂર્વછાયો અને દુહા-ચોપાઈમાં રચાયેલી ‘અશ્વમેધ’ કૃતિ મુખ્યત્વે જૈમિનીના ‘અશ્વમેધ’ના અનુવાદરૂપ છે. કવિએ પોતાના નામની...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


માંગુ [સં. ૧૭મી સદી પૂર્વાર્ધ] : તેમની પૂર્વછાયો અને દુહા-ચોપાઈમાં રચાયેલી ‘અશ્વમેધ’ કૃતિ મુખ્યત્વે જૈમિનીના ‘અશ્વમેધ’ના અનુવાદરૂપ છે. કવિએ પોતાના નામની સાથે ભક્તિવાચક ‘વિષ્ણુદાસ’ એવું નામ જોડ્યું છે. એટલે કોઈને એ કૃતિ વિષ્ણુદાસકૃત હોવાનું પણ લાગે. સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસારસ્વતો;  ૪. ગૂહાયાદી. [શ્ર.ત્રિ.]