ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મૂલણદાસ

Revision as of 04:19, 7 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''મૂલણદાસ'''</span> [                ] : ૨૯૯ કડીના ‘હમીરપ્રબંધ/દેશભાષા-નિબંધ’ના કર્તા. રણથંભોરના કિલ્લા અંગે હમીર અને દિલ્હીના ખીલજી વંશના બાદશાહ અલાઉદ્દીન વચ્ચેન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


મૂલણદાસ [                ] : ૨૯૯ કડીના ‘હમીરપ્રબંધ/દેશભાષા-નિબંધ’ના કર્તા. રણથંભોરના કિલ્લા અંગે હમીર અને દિલ્હીના ખીલજી વંશના બાદશાહ અલાઉદ્દીન વચ્ચેના યુદ્ધપ્રસંગને વર્ણવતું આ એક ઐતિહાસિક કાવ્ય છે. હિન્દી તથા ભાટચારણી ભાષાના દુહા, છપ્પય, કવિત ઇત્યાદિના પદબંધવાળી આ કૃતિ તેમાં સચવાઈ રહેલી જૂની ભાષા અને કેટલાક વ્યાકરણના જૂના પ્રયોગોને લીધે ધ્યાનાર્હ છે. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફાહનામાવલિ : ૧. [શ્ર.ત્રિ.]