ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રઘુનાથ-૨
રઘુનાથ-૨[ઈ.૧૮૧૬ સુધીમાં] : ‘શિવજીનો ગરબો’ (લે.ઈ.૧૮૧૬)ના કર્તા. સંદર્ભ : ગૂહાયાદી. [શ્ર.ત્રિ.]
રઘુનાથ-૩/રૂઘનાથ(ઋષિ [ઈ.૧૮૩૮માં હયાત] : જૈન સાધુ. ૧૬ કડીની હિંદીમિશ્ર ગુજરાતી કૃતિ ‘શાંતિનાથનો છંદ’ (ર.ઈ.૧૮૩૮/સં.૧૮૯૪, ચૈત્ર-; મુ.)ના કર્તા. કૃતિ : ૧.ચૈસ્તસંગ્રહ : ૩; ૨. જૈરસંગ્રહ; ૩. જૈસમાલા(શા).[ર.ર.દ.]