ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લક્ષ્મીપ્રભ

Revision as of 09:09, 10 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''લક્ષ્મીપ્રભ'''</span> [ઈ.૧૭મી સદીનો પૂર્વાર્ધ] : જૈન સાધુ. અમરમણાકિયની પરંપરામાં કનકસોમના શિષ્ય. ૮૭ કડીની ‘ધર્મ-ગીત’ (ર.ઈ.૧૬૦૮/સં.૧૬૬૪, અસાડ સુદ-), ૫૨૧ કડીની ‘અમરદત્તમિ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


લક્ષ્મીપ્રભ [ઈ.૧૭મી સદીનો પૂર્વાર્ધ] : જૈન સાધુ. અમરમણાકિયની પરંપરામાં કનકસોમના શિષ્ય. ૮૭ કડીની ‘ધર્મ-ગીત’ (ર.ઈ.૧૬૦૮/સં.૧૬૬૪, અસાડ સુદ-), ૫૨૧ કડીની ‘અમરદત્તમિત્રાનંદ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૨૦?), ‘પુણ્યસાર-ચોપાઈ’ અને ‘મૃગાપુત્ર સંધિ’ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. જૈગૂકવિઓ : ૩(૧); ૩. ડિકૅટલૉગભાવિ; ૪. મુપુગૂહસૂચી.[કા.શા.]