ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લાલદાસ

From Ekatra Wiki
Revision as of 10:36, 10 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''લાલદાસ'''</span> : આ નામે ૧૦ કડીનું જ્ઞાનબોધનું પદ(મુ.) મળે છે તેમાં “એવા ખેમ રવિ ને ભાણ”ને “ત્રિકમજીએ તાર્યા રે” એવી પંક્તિઓ કવિ રવિભાણ સંપ્રદાયના હોવાનું સૂચવે છે....")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


લાલદાસ : આ નામે ૧૦ કડીનું જ્ઞાનબોધનું પદ(મુ.) મળે છે તેમાં “એવા ખેમ રવિ ને ભાણ”ને “ત્રિકમજીએ તાર્યા રે” એવી પંક્તિઓ કવિ રવિભાણ સંપ્રદાયના હોવાનું સૂચવે છે. આ લાલદાસ રવિસાહેબના શિષ્ય લાલદાસ (લાલસાહેબ) છે કે ગંગાદાસના શિષ્ય લાલદાસ છે તે સ્પષ્ટ રીતે કહેવું મુશ્કેલ છે. એ ઉપરાંત ૪-૪ કડીનાં કૃષ્ણભક્તિ ને ભક્તિબોધનાં ૩ પદ(મુ.) તથા અન્ય પદો મળે છે. તેમના કર્તા કયા લાલદાસ છે તે નિશ્ચિત રીતે કહેવું મુશ્કેલ છે. કૃતિ : ૧. આજ્ઞાભજન : ૧ અને ૨; ૨. કાદોહન : ૨. સંદર્ભ : ૧. રામકબીર સંપ્રદાય, કાન્તિકુમાર સી. ભટ્ટ, ઈ.૧૯૮૨;  ૨. ગૂહાયાદી. [શ્ર.ત્રિ.]