ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વરજીવનદાસ

From Ekatra Wiki
Revision as of 16:02, 11 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વરજીવનદાસ'''</span> [ઈ.૧૮મી સદી આસપાસ] : પારસીશાઈ ગુજરાતીમાં રૂપાંતર પામેલી, રાજકીય દૃષ્ટિએ મહત્ત્વની તેમજ તત્કાલીન સમાજસ્થિતિનો ખ્યાલ આપનાર કીમતી દસ્તાવેજ સમી ૭...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


વરજીવનદાસ [ઈ.૧૮મી સદી આસપાસ] : પારસીશાઈ ગુજરાતીમાં રૂપાંતર પામેલી, રાજકીય દૃષ્ટિએ મહત્ત્વની તેમજ તત્કાલીન સમાજસ્થિતિનો ખ્યાલ આપનાર કીમતી દસ્તાવેજ સમી ૭૨ કડીની ‘સુરતની હડતાળનો ગરબો’ (ઈ.૧૮મી સદી આસપાસ; મુ.) એ કૃતિના કર્તા. કૃતિ : ગુજરાતી લોકસાહિત્યમાળા, મણકો : ૩, પ્ર. ગુજરાત રાજ્ય લોકસાહિત્ય સમિતિ, ઈ.૧૯૬૩ (+સં.).[કી.જો.]