ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વાસણ-૧
Revision as of 08:49, 13 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વાસણ-૧'''</span> [ઈ.૧૫૪૧માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદાનસૂરિના શિષ્ય. ૭ ઢાલની ૧૫૩ કડીમાં હેમવિમલસૂરિના પટ્ટધર આણંદવિમલસૂરિ (જ.ઈ.૧૪૪૧-અવ. ઈ.૧૫૪૧)ના ચરિત્રને આલે...")
વાસણ-૧ [ઈ.૧૫૪૧માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદાનસૂરિના શિષ્ય. ૭ ઢાલની ૧૫૩ કડીમાં હેમવિમલસૂરિના પટ્ટધર આણંદવિમલસૂરિ (જ.ઈ.૧૪૪૧-અવ. ઈ.૧૫૪૧)ના ચરિત્રને આલેખતા ‘આણંદવિમલસૂરિ-રાસ/સાધુગુણરત્નમાલા-રાસ’ (ર.ઈ.૧૫૪૧/સં.૧૫૯૭, આસો,-; મુ.) તથા ૨૧ કડીના ‘આદિનાથ-સ્તવન’ના કર્તા. કૃતિ : ઐરાસંગ્રહ : ૩ (+સં.) સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ; ૩. મરાસસાહિત્ય; ૪. ફાત્રૈમાસિક, જાન્યુ. ૧૯૭૩-‘ગુજરાતી જૈન સાહિત્ય : રાસ સન્દોહ’, હીરાલાલ ર. કાપડિયા; ૫. જૈગૂકવિઓ : ૧, ૩(૧).[ગી.મુ.]