ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિજ્યસેન સૂરિ-૧

Revision as of 09:14, 13 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વિજ્યસેન(સૂરિ)-૧'''</span> [ઈ.૧૨૩૧માં હયાત] : નાગેન્દ્રગચ્છના જૈન સાધુ. મહેન્દ્રસૂરિની પરંપરામાં હરિભદ્રસૂરિના શિષ્ય. વસ્તુપાલ અને તેજપાલના કુલગુરુ. તેમણે ઈ.૧૨૩૧/સ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


વિજ્યસેન(સૂરિ)-૧ [ઈ.૧૨૩૧માં હયાત] : નાગેન્દ્રગચ્છના જૈન સાધુ. મહેન્દ્રસૂરિની પરંપરામાં હરિભદ્રસૂરિના શિષ્ય. વસ્તુપાલ અને તેજપાલના કુલગુરુ. તેમણે ઈ.૧૨૩૧/સં.૧૨૮૭, ફાગણ વદ ૩, રવિવારના રોજ આબુ પર નેમનાથની પ્રતિષ્ઠા કરી હતી. અપભ્રંશ કડવાં કરતાં દેશીબદ્ધ કડવાંને વધુ મળતાં ૪ સુગેય કડવાં અને ૭૨ કડીમાં રચાયેલો, ગિરનારનાં મંદિરો વગેરેની ઐતિહાસિક દૃષ્ટિએ ઉપયોગી એવી માહિતી આપતો તથા વર્ણસગાઇયુક્ત વર્ણનોથી આકર્ષક, કવિત્વયુક્ત ‘રેવંતગિરિ-રાસુ’(ર.ઈ.૧૨૩૨ આસપાસ; મુ.)ના કર્તા. વિજ્યસેનસૂરિએ, બૃહદ્ગચ્છના શ્રીપદ્મસૂરિની સાથે રહી, આસડકૃત ‘વિવેકમંજરી’ પર બાલચંદે રચેલી ટીકા (ર.ઈ.૧૧૯૨/ઈ.૧૨૨૨)નું શોધન કર્યું હતું. કૃતિ : પ્રાગૂકાસંગ્રહ : ૧. સંદર્ભ : ૧. આકવિઓ : ૧; ૨. ગુસામધ્ય; ૩. ગુસારસ્વતો; ૪. જૈસાઇતિહાસ;  ૫. જૈગૂકવિઓ : ૧. [શ્ર.ત્રિ.]