ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શાંતિકુશલ-૧

From Ekatra Wiki
Revision as of 06:09, 17 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''શાંતિકુશલ-૧'''</span> [ઈ.૧૭મી સદીનો પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયસેનની પરંપરામાં વિનયકુશલના શિષ્ય. ‘અંજનાસતી-રાસ’(ર.ઈ.૧૬૧૧/સં. ૧૬૬૭, મહા સુદ ૨ના દિને પ્રારંભ; સ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


શાંતિકુશલ-૧ [ઈ.૧૭મી સદીનો પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયસેનની પરંપરામાં વિનયકુશલના શિષ્ય. ‘અંજનાસતી-રાસ’(ર.ઈ.૧૬૧૧/સં. ૧૬૬૭, મહા સુદ ૨ના દિને પ્રારંભ; સ્વહસ્તાક્ષરની પ્રત), ૩૧/૪૧ કડીનું ‘ગોડીપાર્શ્વનાથ-સ્તવન/તીર્થમાલા’ (ર.ઈ.૧૬૧૧; મુ.), ‘ઝાંઝરિયા-મુનિની સઝાય’ (ર.ઈ.૧૬૨૧/સં.ના ૧૬૭૭ વૈશાખ વદ ૧૧, બુધવાર), ૩૩/૩૭ કડીનો ‘અજારીસરસ્વતીછંદ/ભારતીસ્તોત્ર/શારદામાતાનો છંદ’(મુ.), ૪૧ કડીનો ‘ગોડીપાર્શ્વછંદ’ અને ૧૮ કડીની ‘સનત્કુમારચક્રવર્તીની સઝાય’(મુ.)ના કર્તા. કૃતિ : ૧. પ્રાતીસંગ્રહ (+સં.) : ૧; ૨. પ્રાછંદસંગ્રહ; ૩. સજઝાયમાળા (પં.). સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]