ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શાંતિસાગર-૨

From Ekatra Wiki
Revision as of 06:22, 17 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''શાંતિસાગર-૨'''</span> [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : અંચલગચ્છના જૈન સાધુ. અમરસાગર (અવ. ઈ.૧૭૦૬)ની પરંપરામાં મતિસાગરના શિષ્ય. ‘વીશવિહરમાનજિન-સ્તવનસંગ્રહ/વીશી’ (ર. ઈ.૧૭૦૪), ૭ કડ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


શાંતિસાગર-૨ [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : અંચલગચ્છના જૈન સાધુ. અમરસાગર (અવ. ઈ.૧૭૦૬)ની પરંપરામાં મતિસાગરના શિષ્ય. ‘વીશવિહરમાનજિન-સ્તવનસંગ્રહ/વીશી’ (ર. ઈ.૧૭૦૪), ૭ કડીનો ‘અમરસાગરગુરુ-ભાસ’, ‘ચતુર્વિંશતિ-જિન-સ્તવન’, ૩૨ કડીનો ‘નેમબારમાસ’, ૫ કડીનું ‘પાર્શ્વનાથ-સ્તવન’, ૬ કડીનું ‘શાંતિજિન-સ્તવન’, ૯ કડીનું ‘સીમંધરજિન-સ્તવન’ અને ૫ કડીની ‘હરિયાલી’ના કર્તા. મોટા ભાગની કૃતિઓ કવિના સ્વહસ્તાક્ષરમાં અને ઈ.૧૭૦૫માં લખાયેલી છે. સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]