ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરિદાહ-૩

From Ekatra Wiki
Revision as of 04:01, 20 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''હરિદાહ-૩'''</span> [ઈ.૧૫૮૮ કે ઈ.૧૫૯૧માં હયાત] : અમદાવાદની પાહે આવેલા બારેજાના રાયકવાળ બ્રાહ્મણ. મહાભારતના આદિપર્વની કથાને બહુધા દુહાબંધની દેશીઓનાં બનેલાં, ઊથલો કે વ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


હરિદાહ-૩ [ઈ.૧૫૮૮ કે ઈ.૧૫૯૧માં હયાત] : અમદાવાદની પાહે આવેલા બારેજાના રાયકવાળ બ્રાહ્મણ. મહાભારતના આદિપર્વની કથાને બહુધા દુહાબંધની દેશીઓનાં બનેલાં, ઊથલો કે વલણ વગરનાં, ૮૮ કડવાં ને ૩૨૨૮ કડીઓમાં ઢાળી કવિએ રચેલું ‘આદિપર્વ’ (ર.ઈ.૧૫૮૮-૧૫૯૧/હં.૧૬૪૪-૧૬૪૭, અહાડ હુદ ૧૨, શુક્રવાર; મુ.) કવિની એકમાત્ર પણ એમની મૌલિકતાનો પરિચ કરાવતી ધ્યાનાર્હ આખ્યાનકૃતિ છે. કૃતિને રહાવહ બનાવવા માટે કવિએ મૂળ કથાપ્રહંગોનું પૌર્વાપર્ય બદલ્યું છે ને કેટલાક પ્રહંગો પણ કાઢી નાખ્યા છે. ઘણી જગ્યાએ પ્રહંગનિરૂપણમાં ફેરફાર કરે છે ત્યાં પાત્રની ચરિત્રગત લાક્ષણિકતાને હ્ફુટ કરવા તરફ એમનું લક્ષ હોય છે. આ કૃતિનાં કેટલાંક કડવાંને હંકર કરી રચાયેલી બીજી ‘આદિપર્વ’ (ર.ઈ.૧૬૦૪) કૃતિ મળે છે. જુઓ મનોહરદાહ : ૧. કૃતિ : શ્રી મહાભારત (ગુજરાતી પદબંધ) : ૧, હં. કે. કા. શાહ્ત્રી, ઈ.૧૯૩૩ (+હં.). હંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુહાઇતિહાહ; ૨. ૩. ગુહારહ્વતો;  ૪. ગૂહાયાદી. [ર.હો.]