ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/‘સરસ-ગીતા’

From Ekatra Wiki
Revision as of 09:18, 21 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''‘સરસ-ગીતા’'''</span> [ર.ઈ.૧૮૧૫/સં.૧૮૭૧, અસાડ સુદ ૩, સોમવાર] : પ્રીતમની ચોપાઈ અને સાખીના પદબંધવાળા ૨૦ વિશ્રામની આ કૃતિ(મુ.)નો વિષય મધ્યકાલીન ગુજરાતી ભ્રમરગીતાઓમાં પ્રચ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


‘સરસ-ગીતા’ [ર.ઈ.૧૮૧૫/સં.૧૮૭૧, અસાડ સુદ ૩, સોમવાર] : પ્રીતમની ચોપાઈ અને સાખીના પદબંધવાળા ૨૦ વિશ્રામની આ કૃતિ(મુ.)નો વિષય મધ્યકાલીન ગુજરાતી ભ્રમરગીતાઓમાં પ્રચલિત ઉદ્ધવ-ગોપી પ્રસંગ છે. વિશેષ ઉદ્ધવ-ગોપીના સંવાદ રૂપે ચાલતી આ કૃતિના ૧૦ વિશ્રામમાં ગોપીઓની સ્મૃતિ રૂપે કવિએ કૃષ્ણની ગોકુળલીલાને વિસ્તારથી આલેખી છે. ગોપીઓના ઉપાલંભ ને વર્ણનચમત્કૃતિથી કૃતિ આસ્વાદ્ય બની છે. [ચ.શે.]