ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સિદ્ધિવિલાસ

From Ekatra Wiki
Revision as of 05:05, 22 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સિદ્ધિવિલાસ'''</span> [ઈ.૧૭૪૪માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. ‘શીલ-રાસ’ (ર.ઈ.૧૭૪૪/સં.૧૮૦૦, ચૈત્ર સુદ ૧૦)ના કર્તા. આ નામે ‘ચોવીસી’ (ર.ઈ.૧૭૪૦/સં.૧૭૯૬, માઘ સુદ ૧૦) અને ‘નેમિરા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


સિદ્ધિવિલાસ [ઈ.૧૭૪૪માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. ‘શીલ-રાસ’ (ર.ઈ.૧૭૪૪/સં.૧૮૦૦, ચૈત્ર સુદ ૧૦)ના કર્તા. આ નામે ‘ચોવીસી’ (ર.ઈ.૧૭૪૦/સં.૧૭૯૬, માઘ સુદ ૧૦) અને ‘નેમિરાજુલ-ગીત’(ર.ઈ.૧૭૦૭/સં.૧૭૬૩, ફાગણ સુદ ૧૩; મુ.- સ્વલિખિત પ્રત) મળે છે એ સમયદૃષ્ટિએ પ્રસ્તુત કર્તાની હોવા સંભવ છે. કૃતિ : જૈનયુગ, ફાગણ-ચૈત્ર ૧૯૮૩-‘પ્રાચીન જૈન કવિઓનાં વસંતવર્ણન’, સં. મોહનલાલ દ. દેશાઈ. સંદર્ભ : ૧. પ્રાકારૂપરંપરા;  ૨. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈસલમેરકે જૈન જ્ઞાનભંડારોંકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોંકી સૂચી’, સં. અગરચંદ નાહટા;  ૩. જૈગૂકવિઓ : ૩(૨). [કી.જો.]