ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સૂરજરામ મહારાજ

Revision as of 07:31, 22 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સૂરજરામ(મહારાજ)'''</span> [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : નિરાંતસંપ્રદાયના જ્ઞાનમાર્ગી કવિ. વડોદરાના કરજણ તાલુકાના મેસરાડ ગામના રાયકવાડી બ્રાહ્મણ. નિરાંતશિષ્ય શામદાસના...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


સૂરજરામ(મહારાજ) [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : નિરાંતસંપ્રદાયના જ્ઞાનમાર્ગી કવિ. વડોદરાના કરજણ તાલુકાના મેસરાડ ગામના રાયકવાડી બ્રાહ્મણ. નિરાંતશિષ્ય શામદાસના શિષ્ય. તેઓ નિરાંતસંપ્રદાયની મેસરાની ગાદી પર આચાર્ય બન્યા હતા. તેમણે સદ્ગુરુ ને ઇશ્વરમહિમાનાં પદો (૮ મુ.) રચ્યાં છે. કૃતિ : ગુમુવાણી. સંદર્ભ : ૧. નિરાંતકાવ્ય, સં. ગોપાળરામ ગુરુ દેવશંકર શર્મા, ઈ.૧૯૫૯;  ૨. ગૂહાયાદી.[દે.દ.]