ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સૈયદખાન

From Ekatra Wiki
Revision as of 07:33, 22 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સૈયદખાન'''</span> [ઈ.૧૬મી સદી] : દેલમી ઉપદેશક પરંપરાના સૈયદ. સત્પંથ માર્ગના અનુયાયી. આખું નામ સઈદુદીન નૂરી નહાન અને પિતાનું નામ નુર મહમદ હતું. તેઓ ઇમામશાહના પૌત્ર થાય...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


સૈયદખાન [ઈ.૧૬મી સદી] : દેલમી ઉપદેશક પરંપરાના સૈયદ. સત્પંથ માર્ગના અનુયાયી. આખું નામ સઈદુદીન નૂરી નહાન અને પિતાનું નામ નુર મહમદ હતું. તેઓ ઇમામશાહના પૌત્ર થાય. સૂરત, બુરહાનપુર તથા મહારાષ્ટ્ર અને કર્ણાટકનાં ગામોમાં ફરી તેમણે ઘણાં હિંદુઓને સત્પંથ માર્ગના અનુયાયી બનાવ્યા હતા. અમદાવાદ પાસે આવેલા પીરાણામાં અવસાન. અવસાન ઈ.૧૫૭૨ની આસપાસ કે ઈ.૧૪૯૫માં થયું એવી માહિતી મળે છે, પરંતુ પહેલી માહિતી વધારે શ્રદ્ધેય જણાય છે. કવિને નામે મુદ્રિત રૂપે મળતાં ૩ ‘ગિનાન’નું કર્તૃત્વ એમનું જ છે કે કેમ તે ચોક્કસપણે કહેવું મુશ્કેલ છે. ઉર્દૂની અસર બતાવતાં ‘ગિનાન’નાં આ પદોમાં ભક્તિ ને સતબોધની પ્રબળતા છે. કૃતિ : સૈઇશાગીસંગ્રહ : ૪ (+સં.). સંદર્ભ : ૧. ક્લેકટેનિયા : ૧, સં. ડબલ્યૂ ઇવાનોવ, ઈ.૧૯૪૮; ૨. (ધ) સેક્ટ ઑવ ઇમામશાહ ઇન ગુજરાત, ડબલ્યૂ. ઇવાનોવ, ઈ.૧૯૩૬ (અ.) [ર.ર.દ.]