સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મુકુંદરાય પારાશર્ય/ક્યમ રહું?
Jump to navigation
Jump to search
હરિ, મનેકોકિલબનાવીવગડેમેલીયો,
વળીતમેવસંતબનીનેવિલસ્યાપાસ,
હવેહુંમૂંગોક્યમરહું!
હરિ, મનેઝરણુંબનાવીગિરિથીદેડવ્યું,
વળીતમેદરીઓથઈદીધીદિલેઆશ,
હવેહુંસૂતોક્યમરહું!
હરિ, મનેસુવાસબનાવીકળીયુંખીલવી,
વળીતમેપવનોથઈપ્રસર્યાચોપાસ,
હવેહુંબાંધ્યોક્યમરહું!
હરિ, મનેદીપકપેટાવીદીવેલપૂરિયાં,
વળીતમેફરતાફેલાયાથઈઆકાશ,
હવેહુંઢાંક્યોક્યમરહું!
હરિ, મનેહુંપદઆપીનેપુરુષાર્થીકીધો,
વળીતમેપરમપદથઈદીધીપ્યાસ,
હવેહુંજુદોક્યમરહું!
[‘મનડામાંમોતીબંધાણું’ પુસ્તક :૨૦૦૫]