સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિનોબા ભાવે/સંસ્કૃતિ... પ્રકૃતિ... વિકૃતિ
પ્રકૃતિએટલેસહજસ્વભાવ. સંસ્કૃતિએટલેસહજસ્વભાવથીઉપરઊઠવું. વિકૃતિએટલેસહજસ્વભાવથીનીચેપડવું. માણસનીએકપ્રકૃતિહોયછે, એકસંસ્કૃતિઅનેએકવિકૃતિ. ભૂખલાગેછેઅનેભૂખલાગતાંમાણસખાયછે, તેએનીપ્રકૃતિછે. ભૂખનલાગવાછતાંમાણસખાયછે, તેએનીવિકૃતિછે. અનેભૂખલાગવાછતાંઆજેએકાદશીછેએટલાવાસ્તેભગવત્-સ્મરણમાટેમાણસખાતોનથી, તેએનીસંસ્કૃતિછે. આમ, ઉપવાસકરવોએસંસ્કૃતિછે. આપણેમહેનતકરીનેખાઈએછીએ, તેઆપણીપ્રકૃતિછે. આપણેજાતેમહેનતકરવાનુંટાળીએ, બીજાનીમહેનતલૂંટીનેભોગભોગવતારહીએ, તેઆપણીવિકૃતિછે. આવસ્તુભલેમોટાભાગનામાણસોમાંદેખાતીહોય, ભલેનેઆપ્રકારનીવિકૃતિપ્રાચીનકાળથીઆજસુધીદેખાતીહોય, તેમછતાંઆકદાપિસંસ્કૃતિહોઈશકેનહીં. પરંતુઆપણાશ્રમથીપેદાથયેલીચીજપણબીજાનેઆપ્યાવિનાભોગવવીનહીં, આપીનેઅનેવહેંચીનેજભોગવવી, એમાણસનીસંસ્કૃતિછે. માણસસુખઅનેઆનંદશોધેછે, એખરું; પરંતુકયોઆનંદવિકૃતછે, કયોપ્રાકૃતછેઅનેકયોસંસ્કૃતછે, તેનોખ્યાલરાખવોપડે. જેસુખસહુનેઆનંદઆપીશકેતેવુંહોયએજખરુંસુખછે. કાગડોકાળોછે, તેનેઆપણેખરાબનકહીશકીએકેમકેતેએનીપ્રકૃતિછે. બગલોસફેદછે, પણતેટલામાત્રથીઆપણેતેનેસારોનકહીશકીએકેમકેતેએનીપ્રકૃતિછે. સિંહહરણનેખાયછે, તેનેઆપણેખરાબનકહીશકીએકેમકેતેએનીપ્રકૃતિછે. ગાયમાંસનથીખાતી, પણતેટલાથીકાંઈતેનેબહુસારીકહીનેતેનોમહિમાનકરીશકાયકેમકેતેએનીપ્રકૃતિછે. પ્રકૃતિથીઉપરઊઠીનેઆગળવધવું, એજસંસ્કૃતિછે. ઘણીવારઆપણેવિકૃતિનેપણસંસ્કૃતિમાનીલેવાનીભૂલકરીબેસીએછીએ. આજેપશ્ચિમનાલોકોવિજ્ઞાનમાંઘણાઆગળવધ્યાછે. એમનીપાસેથીઆપણેલેવાલાયકઘણુંછે. પરંતુએમનામાંઘણોવિકૃતિનોયેઅંશપડ્યોછે, તેનેસંસ્કૃતિમાનીલેવાનીભૂલઆપણેનકરીએ. આનીસાથોસાથએપણધ્યાનમાંરાખીએકેઆપણેત્યાંનીપણભલેહોય, વિકૃતિઆપણનેનખપે. આપણેત્યાંપ્રાચીનકાળથીકોઈએકચીજચાલીઆવતીહોય, પણતેજોવિકૃતિહોયતોતેનોસ્વીકારહરગિજનકરવોજોઈએ. વિકૃતિબીજાઓનીહોયકેઆપણીહોય, સદંતરવર્જ્યછે. અનેપ્રકૃતિનેસ્વીકારવી, પણતેનેહરહંમેશસંસ્કૃતિનુંરૂપઆપતારહેવું. ખાવાનુંઆપણેનછોડીશકીએ, કારણકેતેપ્રકૃતિછે, પણમાંસાહારછોડીશકીએ. તેજરૂરછોડીએ, કેમકેતેસંસ્કૃતિનીદિશાનુંઆગળનુંપગલુંછે. ખાવામાંસંયમરાખીશકીએતોજરૂરરાખીએ, કારણકેતેમકરવાથીસંસ્કૃતિનીદિશામાંએટલાઆગળવધીશું. આપણોદેશભારેસુજલનેસુફળછે. પણઆપણાકરતાંયેવધારેસુજલ-સુફળદેશોદુનિયામાંમોજૂદછે. એટલેઆકાંઈઆપણીવિશેષતાનકહેવાય. હા, અહીંજેવિચાર-સંપદાઆપણનેમળીછે, તેઅદ્વિતીયછે. આહુંકોઈઅભિમાનથીનથીકહેતો. જોહુંકોઈબીજાદેશમાંજન્મ્યોહોત, તોપણનિષ્પક્ષપણેતટસ્થતાથીભારતવિશેઆવુંજકહેતકેભારતનોવિચાર-વૈભવખરેખરઅદ્વિતીયછે. અનેતેએટલાવાસ્તેનહીંકેઅહીંનાટકવગેરેસાહિત્યપુષ્કળરચાયુંછે, અહીંનાંસ્થાપત્યબેનમૂનછે. એબધુંતોછે, પણતેમામૂલીચીજોછે. પરંતુબુનિયાદીચીજ‘આધ્યાત્મિકવિચાર-સંપદા’ છે. ભારતમાંવૈદિકઋષિઓથીલઈનેઆજસુધીશબ્દોનીએકઅખંડપરંપરાચાલીઆવીછે. હુંદુનિયામાંબીજોકોઈદેશએવોનથીજોતો, જ્યાંનીભાષામાંદસહજારવરસોથીએનાએશબ્દચાલ્યાઆવતાહોય. ભારતમાંશબ્દશક્તિનુંજેટલાઊંડાણથીચિંતનથયુંછે, તેટલુંબીજેક્યાંયનથીથયું. ભારતેપોતાનાપુરાણાશબ્દોનેતોડ્યાનથી, નવાજરૂરબનાવ્યાછે. સાથેજજૂનાશબ્દોમાંનવાઅર્થનાખીનેતેમનોવિકાસકર્યોછે. ‘અગ્નિમીળેપુરોહિતમ્’ — આવૈદિકમંત્રહજારોવર્ષથીચાલ્યોઆવ્યોછે. તેમાંનાઅગ્નિ, દેવ, ઋત્વિજ, પુરોહિત, યજ્ઞ, રત્નવગેરેબધાશબ્દોઆજનીઆપણીભાષાઓમાંયેકાયમછે. તેનેલીધેભાષાઓબદલાઈ, અપભ્રંશથઈ, છતાંઅહીંનીજ્ઞાન-પરંપરાખંડિતનથીથઈ. આપણીભીતરકોઈકશાશ્વત, સ્નિગ્ધ, ચવડ, કઠોરઅનેજીવતરવાળીવસ્તુછે, જેબદલાતીનથી. ‘યૂનાનોમિસ્રરૂમાસબમિટગયેજહાંસે, કુછબાતહૈકિહસ્તીમિટતીનહીંહમારી’ — યૂનાન, રોમ, મિસ્રબધાભૂંસાઈગયા, પણકાંઈકએવુંછેકેઆદેશનીહસ્તીહજીયેકાયમછે. પ્રકૃતિથીઉપરઊઠીનેઆસંસ્કૃતિસધાઈછે. એવીભારતીયસંસ્કૃતિનેઆપણેજાળવવાનીછેઅનેઆગળવધારવાનીછે. [‘ભારતીયસંસ્કૃતિ’ પુસ્તક :૨૦૦૩]