સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિપિન પરીખ/કોઈની પણ મા
સાધારણરીતેઆપણનેઆત્મકથામોટામાણસોનીજવાંચવીગમેછે. પરંતુધરમપુરજેવાએકનાનાગામનાશિક્ષકનીઆત્મકથાઆપણનેવાંચવીગમે? ‘બાનોભીખુ’ (લે. ચંદ્રકાંતપંડ્યા) એએવાજએકશિક્ષકનીવાતછે. એનાજીવનમાંકોઈમોટીઊથલપાથલનથી. અનેછતાંએકથાવાંચવીગમેછે, કારણએમારાઅનેતમારાજેવાસામાન્યમાણસનીવાતછે. ભીખુમોટો‘સ્કોલર’ નથી, બલકેઠોઠછે. પૈસાનીઝાકમઝાળનથી, એનાંકપડાંઅનેએનાઘરનીભીંતોદરિદ્રતાનીચાડીખાયછે. એટલેજઆભીખુનીવાતઆપણીઆંખનેભીનીકરેછે. પણઆવાતએકલાભીખુનીહોતતોકદાચએઊણીલાગત. એનીકથાનીપશ્ચાદ્એનીબાનોચહેરોસતતતરવર્યાકરેછે. એનીછબી, એનુંજીવન, એનુંસમર્પણહૃદયનેભીનુંકરેછે, પવિત્રકરેછે. આભીખુનીમાકોઈનીપણમાહોઈશકે. આમાહિન્દુસ્તાનનાઘરેઘરેછે, ગામડેગામડેછે. દરિદ્રતાએનેકપાળેલખાયેલોશાપછે. અનેછતાંએએનાઘરનીસેવાકરેછે, પુત્રોનેજીવનનાપ્રવાહમાંતરતામૂકેછે. એસતતપ્રેમનીગંગાવહાવ્યેજાયછે—બધાનેપાવનકરેછે, કોઈફરિયાદનથીકરતી, કોઈઅપેક્ષાનથીરાખતી. એટલેમાત્રવહાલીજનથીલાગતી; પુણ્યશ્લોક, પ્રાત:સ્મરણીયપણલાગેછે. એટલેજપ્રાર્થનામાંપહેલાંયાદકરીએછીએ“ત્વમેવમાતા...” કોઈએકહ્યુંનહોતુંકે, પ્રભુનેજ્યારેપૃથ્વીપરઆવવાનુંમનથાયછેત્યારેમાતાનુંરૂપધરીનેઆવેછે? આભીખુનીબાનીવાતએસતતચાલ્યાઆવતાદુર્ભાગ્યનીયાત્રાછે. એકથાનોપ્રારંભથાયછેપતિનાઅકાળમૃત્યુથી. પતિપાછળમૂકીજાયછેકારમીદરિદ્રતાઅનેનાનાંસંતાનો. એનેતોમરીજવુંહતું. પણબેનાનાદીકરાનેએકનાનીદીકરીનેહજીઉછેરવાનાંહતાં. કાળીમજૂરીકરીધગધગતારણમાંઉઘાડાપગેઅનેમૂંડનકરાવેલમાથેજિંદગીનાબોજાએનેહજીઊચકવાનાહતા. એટલેએજીવીગઈ. એણેકરકસરકરીછે. નાનીનાનીબાબતોમાંપૈસાબચાવીએણેદાબડામાંભેગાકર્યાછે. છતાંદુર્ભાગ્યજુઓ: આબચત, આકરકસરએનેક્યારેકામલાગી? પતિનુંબારમુંકરવામાં! ભીખુનીબાનીદિનચર્યાવાંચતાંએકવીતીગયેલોજમાનોઆંખઆગળફરીઊભોથાયછે. સવારનાપાંચથીગાય-ભેંસનીમાવજતસાથેઊગતોદિવસરાત્રેચીંથરેલગોદડીમાંઈશ્વરસ્મરણસાથેપૂરોથાયછે. તેગાળામાંકેટકેટલાંકાર્યોવચ્ચેએફરીવળેછે! દેવપૂજા, પશુઓનીસારસંભાળ, બાળકોનીદેખભાળ-નિશાળ... ચૂલોફૂંકતી, સગાંસંબંધીઓનેસાચવતી, અનેકનાનાંમોટાંકામોમાંજાતનેનિચોવતીજતીમાસૌથીછેલ્લીસૂઈજાય. એનેરજાઓનથી, નેરવિવારેતોવધારેકામ! પણએબધુંતોરોજનીસ્વાભાવિકસાધનાછેએટલેભુલાઈજાયછે. દીકરાનેએવહાલથીમોટોકરેછે, પારકાનાંકામકરીભણાવેછે. છતાંક્યારેકએતૂટીપણપડેછે. એકવખતભીખુએકામનથીકર્યું, ભેંસેદૂધનથીઆપ્યું, ઘરાકોપાછાફરેછે. બાઅકળાઈગઈછે. ભીખુનેલાકડીએલાકડીએઝાપટેછે. બોલીપણઊઠેછે, “મૂઓ, મરેતોએકસંતાપઓછો!” આબોલતાંતોબોલાઈજાયછે, પણએનેતરતફિટઆવીજાયછે. અનેમાનુંહૃદયજુઓ. કળવળતાંએપહેલોપ્રશ્નપૂછેછે: “ભીખુએખાધું?” જેમાનેઆટલોભાવહશેદીકરામાટે, તેનેપુત્રનેફટકારતાંકેટલુંદુ:ખથયુંહશે? પુત્રનેવાંસેપડેલાસોળઆપ્રશ્નથીરૂઝાઈનહીંગયાહોય? પણઆઅનુભવભીખુનોએકલાનોજથોડોછે? તમારોઅનેમારોપણનથીશું? શૈશવમાંકેટલીયવારધમકાવીનેપછીમાએજવહાલથીમોંમાંકોળિયોમૂકીઆપણાંઆંસુલૂછ્યાંનહોતાંશું? મૅટ્રિકસુધીદીકરાનેલાવીતોખરી, પણફોર્મભરવાનાપચીસરૂપિયાપાસેનથી. આમામૂલીરકમમાટેબેબંગડીગીરવેમૂકવીપડેછે. ત્યારેલેખકકહેછે: “પતિમર્યાપછીએદિવસેતેસાચેસાચવિધવાબનીએવુંતેનેલાગેલું.” અનેછતાંવિધિનીવિચિત્રતાજુઓ: ફોર્મનેમાટેદાગીનાગીરવેમૂક્યા, પણપનોતોપુત્રએપરીક્ષામાંપાસજનથયો! પણઆતોગરીબાઈસામેનુંએનુંરોજનુંયુદ્ધહતું. કદાચએકોઠેપણપડીજાય. છતાંઆનાથીવધુક્રૂરઘાનિયતિમાનેત્યારેઆપેછેજ્યારેએનીદીકરીપંદરદિવસનીનવજાતબાળકીઅનેબેનાનાદીકરામૂકીકૂવેપડીઆપઘાતકરેછે. દીકરીપાસેથીએનાંદુ:ખજાણવાનોએનેઅવસરપણનમળ્યો! માત્રમૃત્યુનાસમાચારઆપતોકાળોપત્ર! માત્યારેઆટલુંજબોલેછે: “અરેભૂંડી! મનેજરાકહ્યુંહોતતોજનમભરમારેઘેરપાલવત!” માનુંખોરડુંદરિદ્રતાનીચાડીખાતુંહોયતોપણએખૂબવિશાળહોયછે. એમાંઅનેકલોકોનેએસમાવીશકેછે. મીરોસ્લાફહોલુબનાકાવ્યમાંકેવુંવેધકચિત્રછે: જેરાહજુએછેતેહંમેશાંમાહોયછે. નાનીથતી, નાનીથતી, ઝાંખીથતી, ઝાંખીથતી, સેકંડેસેકંડે, ત્યાંસુધીકેઅંતે નકોઈજએનેજુએ. આભીખુનીબાનુંચિત્રછેઆજથીત્રણચારદાયકાપહેલાનું. પણઆવીપ્રેમથીધબકતીમાનેશોધવાઆવતીકાલેદીવોલઈનેતોનીકળવુંનહીંપડેને, એવોવહેમથાયછે. [‘જનશકિત’ દૈનિક: ૧૯૭૭]