સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુખલાલ સંઘવી/નસેનસમાં વીરતાના સંસ્કારો
અધ્યાપકધર્માનંદકૌશાંબીજીએપોતાનાકેટલાકખાસખાસજીવન-પ્રસંગો‘આપવીતી’માંઆલેખ્યાછે. જેણે‘આપવીતી’ વાંચીહશેતેનાઉપરકૌશાંબીજીનાંબુદ્ધિ, પુરુષાર્થઅનેચારિત્ર્યનીઊડીછાપપડ્યાવિનારહીનહિહોય. હુંપોતેતોકોઈપણજિજ્ઞાસુભાઈકેબહેનનેવાંચવાલાયકપુસ્તકોસૂચવવાંહોયત્યારેતેમાં‘આપવીતી’નીપસંદગીપ્રથમકરુંછું. ‘શુંકરવું? રસ્તોકોઈસૂઝતોનથી, સહાયકોનથી,’ એવાએવામાયકાંગલાવિચારસેવનારાઓમાટેમારીદૃષ્ટિએકૌશાંબીજીની‘આપવીતી’ એપ્રેરણાદાયી‘બાઇબલ’ બનેતેવીછે. સૌથીપહેલાંહુંકૌશાંબીજીનેપૂનામાં૧૯૧૭માંતેમનામકાનેમળ્યો. તેવખતેતેઓફરગ્યુસનકોલેજમાંપાલિનાઅધ્યાપકહતા. મેંતેમનું‘બુદ્ધધર્મઆણિસંઘ’ એપુસ્તકવાંચેલુંએટલેતેમનાપ્રત્યેમારોઅનન્યઆદરતોપ્રથમથીજઉત્પન્નથયેલો. કૌશાંબીજીમૂળેગોવાનાઅનેમહારાષ્ટ્રમાંવિશેષરહેલા. તેઓએબૌદ્ધભિક્ષુતરીકેસીલોન, બર્માઅનેભારતમાંજીવનગાળેલું. વિદેશમાંવિશેષેકરીઅમેરિકામાંએમણેજીવનગાળેલુંએટલેપાશ્ચાત્યરહેણીકરણીનાપણએમનામાંસંસ્કારોહતા. કોઈપણસ્થાનકેકામનેસનાતનનીપેઠેચોંટીરહેવાનીતેમનીપ્રકૃતિનહતી. નવુંનવુંવાંચેઅનેવિચારેતેમજલાંબાવખતલગીસેવેલાસંસ્કારોનેએકક્ષણમાત્રમાંફેંકીદેવાસુધીનોપુરુષાર્થપણકરે. તેમછતાંજેકામએમણેલીધુંહોય, જેનુંવચનઆપ્યુંહોયતેગમેતેભોગેપૂરુંકરે. અનેપોતાનાકામનેબનેતેટલુંસર્વાંગીણતેમજવિચારયુક્તકરવાનીકોશિશપણકરે. કૌશાંબીજીપાસેબેસવુંએટલેટુચકા, ઇતિહાસ, વિજ્ઞાન, તત્ત્વજ્ઞાન, રાજકારણ, સામાજિકજીવનવગેરેજ્ઞાનગંગાનીઅનેકધારાઓવચ્ચેસ્નાનકરવું; તેથીઅનેકમિત્રોતેમનેનોતરતા, અનેકતેમનીપાસેચર્ચાઅર્થેજતા, અનેતેમનાથીસાવજુુદુંદૃષ્ટિબિંદુધરાવનારપણતેમનીસાથેનાવાર્તાલાપમાટેલલચાતા. કૌશાંબીજીજેટલાઉગ્રપ્રકૃતિતેટલાજસ્પષ્ટભાષી. એમનેકાંઈછુપાવવાનુંનહતું. ગમેતેવીવિરોધીઅનેસમર્થવ્યકિતનેપણપોતાનીવાતચોખ્ખાશબ્દોમાંસંભળાવતા. લોકમાન્યતિલકે‘ગીતા-રહસ્ય’માં‘ધમ્મપદ’નાએકપદ્યનોઅર્થઅન્યથાકરેલો. કૌશાંબીજીએતેમનેપૂરીરીતેઠીકઠીકપકડ્યાઅનેભૂલકબૂલકરાવી. ત્રિપિટકાચાર્યતરીકેપ્રસિદ્ધશ્રીરાહુલજીએ‘ધમ્મપદ’નોઅનુવાદકર્યોછે, જેમાંએમનીમૌલિકભૂલરહીગઈછે. કૌશાંબીજીએએમનેએકવારઆડેહાથેલીધાઅનેરાહુલજીતેમનેનમીપડ્યાતથાપોતાનીભૂલપણકબૂલકરી. લખાણ, ઉચ્ચારણ, વાચન, પ્રૂફઆદિકોઈપણબાબતમાંપોતેસહેજપણભૂલચલાવીનલે. ગાયકવાડમહારાજસયાજીરાવકૌશાંબીજીનાઅનન્યભક્ત. પણએવાચકોર, સમર્થઅનેસહાયકરાજવીસુધ્ધાંનેકૌશાંબીજીતેમનીભૂલોકેકુટેવોવિશેખખડાવીનાખતા. કૌશાંબીજીમનેકહેતાકે, “અમેરિકામાં‘યંગઇન્ડિયા’ વાંચતોત્યારેમનેઘણીવારઆંસુઆવીજતાં.” કૌશાંબીજીનીગાંધીજીપ્રત્યેઠેઠસુધીઅનન્યશ્રદ્ધાહતી. આમછતાંકૌશાંબીજીગાંધીજીનીટીકાકરતા, કેટલીકવારબહુસખતપણેપણકરતા. ગાંધીજીઉપવાસઅનેબીજાંદેહદમનોઉપરજેભારમૂકેછેતેેનેકૌશાંબીજીબુદ્ધિનીદૃષ્ટિએનિહાળીઅયોગ્યલેખતા. તેઓબૌદ્ધહોવાછતાંબૌદ્ધ-પરંપરાનીત્રુટીઓનીપણપૂર્ણપણેટીકાકરતા. છેલ્લાંબે-ત્રણવર્ષથયાંકૌશાંબીજીજ્યારેમળતાત્યારેએકમાત્રજીવનાન્તનીજચર્ચાકરતા. તેઓકહેતાકે“મેંમારુંકામપૂરુંકર્યંુછે. લખવાનુંબનેતેટલુંલખ્યુંછે. મળ્યાતેપાત્રછાત્રોનેશીખવવામાંપણકચાશરાખીનથી. છોકરા-છોકરીઓનેપૂરતુંશિક્ષણઆપ્યુંછેઅનેસ્વાવલંબીબનાવ્યાંછે. તોપછીહવેવધારેજીવીમોંઘવારીમાંઉમેરોશામાટેકરવો? અનેવધારેઘડપણભોગવી, બિસ્તરેપડીઅનેકલોકોનીસેવાશકિતનોનકામોઉપયોગશામાટેકરવો? તેથીહવેજીવનનોઅંતકરવોએજમારીચિંતાનોવિષયછે” ઇત્યાદિ. તેમનાઆવિચારોસાંભળીઅમેબધાપરિચિતોઅકળાતાઅનેકહેતાકે“તમારાજીવનનો, તમારીવિચારણાઓનોરાષ્ટ્રનેબહુખપછે. અનેભલેતમનેસિત્તેરજેટલાંવર્ષથયાંહોયછતાંતમેઅમારાકરતાંબહુસશક્તછો.” અનેછતાંયકૌશાંબીજીનીજીવનાન્તકરવાનીવૃત્તિકેમેકરીશમીનહિ. પોતાનીવૃત્તિનાસમર્થનમાંજેકેટલાકઆધુનિકઅનેપુરાતનદાખલાએટાંકતાતેઉપરથીહુંએટલીજકલ્પનાકરીશકતોકેકૌશાંબીજીઘડપણનોભારકોઈપણઉપરનાખવામાગતાનથીઅનેપગઘસીનેપરાણેજીવનપૂરુંકરવાઇચ્છતાનથી. તેઓજેવીરીતેહસતેમોઢેજન્મ્યા, હસતેમોઢેઆખીજિંદગીગાળી, તેવીજરીતેપ્રસન્નચિત્તેકોઈનાઉપરભારનાખ્યાસિવાયમૃત્યુનેભેટવામાગેછે. બૌદ્ધગ્રંથોઅનેબીજાંશાસ્ત્રોમાંથીતેઓઅનેકઉદાહરણોટાંકીમનેકહેતાકે, “જુઓ! પાકુંપાનખરીપડેતેરીતેપ્રાચીનસંતોઅનેતપસ્વીઓવૃદ્ધાવસ્થામાંખરીપડતા. જીવનનોઅંતબહાદુરીથીકરતા, મૃત્યુથીનડરતાઅનેકર્તવ્યકર્યાનોસંતોષમેળવ્યાપછીતેઓજીવવામાટેતડફડિયાંનમારતા. તેથીહુંપણવીરતા, સ્મૃતિઅનેજાગૃતિપૂર્વકમૃત્યુનેભેટવાઇચ્છુંછું.” જીવનનોઅંતકરવાનીઉગ્રવૃત્તિએતેમનેજૈનોનાચિરપ્રચલિતસંથારાવ્રતપ્રત્યેવાળ્યા. કૌશાંબીજીકાયરતાપૂર્વકમૃત્યુનેભેટવાઇચ્છતાનહિ, તેથીતેમનેતત્કાળમરણનેશરણથવાનોસહેલોરસ્તોપસંદનહતો. તેમનીનસેનસમાંપૈતૃકવીરતાનાસંસ્કારોહતા. એજવીરતાનેલીધેતેઓ૧૯૩૦નીસત્યાગ્રહનીલડાઈનાઅનુસંધાનમાંજેલવાસપણકરીઆવેલા, એજવીરતાનેલીધેતેમણેસારનાથનીઅસહ્યલૂનાદિવસોમાંએકકપડાનીઓથેબેસીધ્યાનનોઅભ્યાસકરેલો. એજવીરતાનેલીધેતેઓબ્રહ્મદેશનાંજંગલોમાંભયાનકઝેરીજંતુઓવચ્ચેએકલારહીસમાધિમાર્ગનોઅભ્યાસકરવાગયેલા. એમનાપ્રત્યેકજીવનકાર્યમાંવીરતાભારોભારદેખાતી. એમનીવીરતાએએમનેસુઝાડ્યુંકે, તુંમૃત્યુનેભેટ, પણમારણાન્તિકસંલેખનાજેવીતપશ્ચર્યાનામાર્ગેજમૃત્યુનેભેટ. કૌશાંબીજીએઆવીસંલેખનાનોવિચારતોમનેબેએકવર્ષપહેલાંજકહેલો, પણતેઓતેમાટેયોગ્યસ્થાનશોધતાઅનેમનેપણતેવાસ્થાનમાટેપૂછતા. એવાસ્થાનનીપસંદગીમાંતેમનીમુખ્યશરતએહતીકેજ્યાંતેઓસંલેખનાશરૂકરેત્યાંદર્શનાર્થીઓનીધમાલનરહે, કોઈજાણેનહિ, અનેએમનીએવીપણઇચ્છાહતીકેમરણપછીકોઈપણજાતનોઆડંબરકરીધનશકિતકેજનશકિતનવેડફવી. મનેતોત્યાંલગીકહેલુંકે, મૃતશરીરબાળવામાટેકરવોજોઈતોલાકડાંનોખર્ચનકરતાંતમેબધાએનેજમીનમાંજદાટજોઅગરજળપ્રવાહમાંવહેવડાવીદેજો. આવિચારોપાછળએમનેહૈયેગરીબોપ્રત્યેનીલાગણીવસેલીહતી. તેઓઇચ્છતાકેતેટલોખર્ચગરીબોનેમદદકરવામાંથાય. તેઓજ્યારેજીવનાન્તનિર્ણયવિષેવાતકરતાત્યારેજૈન-પરંપરાનામારણાન્તિક‘સંથારા’નુંહૃદયથીસમર્થનકરતા. સ્થાનકવાસીસાધ્વીરંભાકુમારીએઅનશનપૂર્વકદેહોત્સર્ગકર્યાનોદાખલોતેમનીસામેહતો. એવુંઅનશનકૌશાંબીજીનેપસંદહતું; પણએવાઅનશન-પ્રસંગેજેધમાલથાયછે, જેદર્શનાર્થીઓનીભીડજામેછે, જેદૂર-દૂરનાયાત્રીઓથીલદાયેલીટ્રેનોઆવ-જાકરેછેઅનેજેઆગળપાછળબેસુમારપૈસાઅવિવેકથીવેડફવામાંઆવેછેતેકૌશાંબીજીનેજરાયપસંદનહતંુ. [‘અર્ઘ્ય’ પુસ્તક: ૨૦૦૪]