પાત્રો
=========================================
પુરુષ
ભોળાનાથ :
|
જ્ઞાતિના અગ્રેસર
|
અનંત :
|
ભોળાનાથનો જુવાન પુત્ર
|
આચાર્ય :
|
સરસ્વતી વિદ્યાલયના ઉપરી
|
યદુનંદન :
|
વિદ્યાલયના છાત્રો
|
શંકર :
|
એક યુવક જમાદાર, પોલીસ, કલ્યાણ, રૂસ્તમ વગેરે.
|
સ્ત્રીઓ
પ્રવેશ પહેલો
[સમય સૂર્યાસ્તનો. બજારના ખૂણા પરની એક સોડા-લેમનની દુકાને, પગથી ઉપર ઊભો ઊભો જુવાન અનંત એક હાથમાં લેમન–આઇસનો ગ્લાસ ઝાલી ધીરે ધીરે પીણું
પીવે છે. બીજે હાથે ગજવાનો રૂમાલ ફરફરાવતો મોં પર પવન ઢોળે છે. બન્ને પગ સહેજ પહોળા છે. લજ્જતથી ઊભેલ છે. ટોપી બગલમાં મારી છે. સામી દિશામાંથી એના કરતાં સહેજ મોટી વયનો જુવાન કલ્યાણ આવે છે. કલ્યાણના દીદાર અનંતથી ઊલટા છે. કચ્છને બદલે આગળ-પાછળ પાટલીવાળું ધોતિયું, બફારો સિતમ હોવા છતાં પૂરાં પાંચેય બટને બીડેલો કોટ, માથાના વાળ જરીકે ન દેખાય તેમ બાંધેલો ફટકો, ને હાથમાં અભ્યાસમાં એની એકાગ્રતા બતાવતી એક ચોપડી.]