કંકાવટી મંડળ 2/ગોર્ય (ગૌરી) વ્રતનું ગીત
ગોર્ય (ગૌરી) વ્રતનું ગીત
ચાંદા! ચાંદલી શી રાત
ચાંદો ક્યારે ઊગશે રે?
…ભાઈ ગ્યા છે દરબાર
ઘોડે ચડીને ઘેરે આવશે રે.
લાવશે લાવશે મોગરાનાં ફૂલ
ડોલરિયાનાં ફૂલ
ચંપેલીનાં ફૂલ
આંબાના મોર
કેળ્યોના કોળ
…વહુ (બેન) ગોર્ય પૂજશે રે.