કંકાવટી મંડળ 2/સૂરજ–પાંદડું વ્રત

From Ekatra Wiki
Revision as of 11:29, 14 October 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સૂરજ–પાંદડું વ્રત|}} {{Poem2Open}} આષાઢની અજવાળી અગિયારશે શરૂ થાય. સૌભાગ્યવતી હંમેશ સૂરજની પૂજા કરે : સાડા ચાર મહિને એક ટંક જમે : પિત્તળનાં થાળી વાટકામાં ન જમે : પતરાવળામાં જમે : વરસાદ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
સૂરજ–પાંદડું વ્રત

આષાઢની અજવાળી અગિયારશે શરૂ થાય. સૌભાગ્યવતી હંમેશ સૂરજની પૂજા કરે : સાડા ચાર મહિને એક ટંક જમે : પિત્તળનાં થાળી વાટકામાં ન જમે : પતરાવળામાં જમે : વરસાદને લઈને સૂરજ ન ઊગે એટલા દિવસના અપવાસ પડે. ઊજવણામાં કાંસાનું પદ આપે, રૂપાનો સૂરજનો રથ ને સોનાની સૂરજની મૂર્તિ ને રૂપાનો ચાંદો બ્રાહ્મણને આપે.