કાવ્ય-આચમન શ્રેણી – મકરન્દ દવે/૭. ગેબી ગુંજતો
Revision as of 06:19, 8 November 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૭. ગેબી ગુંજતો|}} <poem> સાવ રે સાદો તંબુર તાણિયો {{Space}} એનો બજે એકલતાર, એકને ઝણકારે જાગે જુવો, {{Space}} ગાણાં ગળૂંભી અપાર; {{Space}} સાવ રે સાદામાં ગેબી ગુંજતો. પવને પડેલા ટેટા દડબડે {{Space}} કરતા બી...")
૭. ગેબી ગુંજતો
સાવ રે સાદો તંબુર તાણિયો
એનો બજે એકલતાર,
એકને ઝણકારે જાગે જુવો,
ગાણાં ગળૂંભી અપાર;
સાવ રે સાદામાં ગેબી ગુંજતો.
પવને પડેલા ટેટા દડબડે
કરતા બીની બિછાત,
એક રે બીમાં બોઈ અણગણી
વન વન વડલાની ભાત;
સાવ રે સાદામાં ગેબી ગુંજતો.
આ રે મેડી બની સાંકડી
એમાં જાળિયુંની જોડ,
એ રે જાળીમાં જુવો, નીતર્યું
આખું આભ નિચોડ
સાવ રે સાદામાં ગેબી ગુંજતો.
કાચી માટીનાં આ તો ભીંતડાં
એમાં પલ પલે પ્રાણ,
એ રે ગારામાં ઝળૂંબિયા
જુવો, ઝળહળ ભાણ
સાવ રે સાદામાં ગેબી ગુંજતો.
સાવ રે સાદો પ્યાલો પ્રેમનો
મારો ભર્યો ભરપૂર,
એને રે પાતાં ને પીતાં પ્રગટિયા
હરિ હસીને હજૂર;
સાવ રે સાદામાં ગેબી ગુંજતો.
(તરણાં, પૃ. ૧૬૩-૧૬૪)