કાવ્ય-આચમન શ્રેણી – મકરન્દ દવે/૧૭. આવો!
Revision as of 11:37, 8 November 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૭. આવો!|}} <poem> અમે રે સૂકું રૂનું પૂમડું, {{Space}} તમે અત્તર રંગીલા રસદાર; તરબોળી દ્યોને તારેતારને, {{Space}} વીંધો અમને વ્હાલા, આરંપાર : {{Space}} આવો, રે આવો હો જીવણ,...")
૧૭. આવો!
અમે રે સૂકું રૂનું પૂમડું,
તમે અત્તર રંગીલા રસદાર;
તરબોળી દ્યોને તારેતારને,
વીંધો અમને વ્હાલા, આરંપાર :
આવો, રે આવો હો જીવણ, આમના.
અમે રે સૂના ઘરનું જાળિયું,
તમે તાતા તેજના અવતાર;
ભેદીને ભીડેલા ભોગળ-આગળા,
ભરો લખ લખ અદીઠા અંબાર :
આવો, રે આવો હો જીવણ, આમના.
અમે રે ઊધઈ-ખાધું ઈંધણું,
તમે ધગધગ ધૂણીના અંગાર;
પડેપડ પ્રજાળો વ્હાલા, વેગથી,
આપો અમને અગનના શણગાર :
આવો, રે આવો હો જીવણ, આમના.
૧૪-૧૨-’૫૫ (ગોરજ, પૃ. ૧૪૮)