કાવ્ય-આચમન શ્રેણી – મકરન્દ દવે/૩૧. ચણીબોર
Revision as of 06:40, 11 November 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩૧. ચણીબોર|}} <poem> કાળની કાંટા-ડાળીએ લાગ્યાં ::: ક્ષણનાં ચણીબોર. બોરમાં તે શું? બોલતા જ્ઞાની, આંખો મીંચી બેસતા ધ્યાની, તોરીલા પણ કોઈ ત...")
૩૧. ચણીબોર
કાળની કાંટા-ડાળીએ લાગ્યાં
ક્ષણનાં ચણીબોર.
બોરમાં તે શું? બોલતા જ્ઞાની,
આંખો મીંચી બેસતા ધ્યાની,
તોરીલા પણ કોઈ તોફાની
ડાળને વાળી, ડંખને ગાળી
ઝુકાવે ઝકઝોર. — કાળનીo
પીળચટાં ને તૂરમતૂરાં,
કોઈ ચાખી લે ખટમધુરાં,
લાલ ટબા તો પારખે પૂરા,
વીણી વીણી આપતાં હોંશે
::: ચખણી ચારેકોર. — કાળનીo
જ્ઞાની ચાલ્યા ખોબલે ખાલી,
ધ્યાની ઊઠ્યા નીંદમાં મ્હાલી,
અહીં અમારે ધરતી લાલી
ક્ષણ પછી ક્ષણ ખરતી આવે
ખેલંતા આઠે પ્હોર. — કાળનીo
કાળની કાંટા-ડાળીએ લાગ્યાં
ક્ષણનાં ચણીબોર.
૨૭-૮-’૬૩ (સંજ્ઞા, પૃ. ૬૯)