કાવ્ય-આચમન શ્રેણી – હરીન્દ્ર દવે/૧. નહીં રહે
Revision as of 15:39, 12 November 2022 by Kamalthobhani (talk | contribs) (Created page with "{{Heading|૧. નહીં રહે}} <poem> તારા જગતમાં તારી હકૂમત નહીં રહે, હું જાગતો રહીશ, કયામત નહીં રહે. એ ફેંસલો થશે ને શિકાયત નહીં રહે, કાં હું નહીં રહું, કાં મહોબત નહીં રહે. મારી નજરમાં તારી મહત્તા મપાઈ ગઈ...")
૧. નહીં રહે
તારા જગતમાં તારી હકૂમત નહીં રહે,
હું જાગતો રહીશ, કયામત નહીં રહે.
એ ફેંસલો થશે ને શિકાયત નહીં રહે,
કાં હું નહીં રહું, કાં મહોબત નહીં રહે.
મારી નજરમાં તારી મહત્તા મપાઈ ગઈ,
તારુંયે આસમાન સલામત નહીં રહે.
જીવન-મરણનો ભેદ બતાવી દે આજ તો,
ઝાઝો વખત એ છાની કરામત નહીં રહે.
એયે હશે પ્રણયના જમાનાનો એક રંગ,
તું ઝંખતી હશે, મને ચાહત નહીં રહે.
આલમનો પ્રેમ એને અધૂરો જ લાગશે,
મારા હૃદયમાં જેની મહોબત નહીં રહે.
તોબા કરી લીધી છે મેં તારા ગયા પછી,
હાથેથી પી લઈશ, તો લિજ્જત નહીં રહે.
(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૨૯-૩૦)