કાવ્ય-આચમન શ્રેણી – માધવ રામાનુજ/૧૨. પાદરમાં

Revision as of 02:38, 10 November 2022 by Kamalthobhani (talk | contribs) (Created page with "{{Heading|૧૨. પાદરમાં}} <poem> એક વાર નીંગળ્યું’તું ફળફળતું લોહી, {{Space}} હવે નીંગળતા સિંદૂરના રેલા! {{Space}}{{Space}} અમે પાદરમાં ઝાટકે ખરેલા!... {{Space}} વાયરાને રોકટોક હોય નહીં કોઈ, {{Space}}{{Space}} હોય મોજાંને કાંઠાની ભી...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૧૨. પાદરમાં

એક વાર નીંગળ્યું’તું ફળફળતું લોહી,
          હવે નીંગળતા સિંદૂરના રેલા!
                   અમે પાદરમાં ઝાટકે ખરેલા!...

          વાયરાને રોકટોક હોય નહીં કોઈ,
                   હોય મોજાંને કાંઠાની ભીંત,
          ઊડ્યા ભેળું જ મળે આભ એક પંખીને
                   પથ્થરથી આઘી એ પ્રીત;
પથ્થરમાં કાયાનો લઈને ઉઘાડ
          એક વડલાની ભીંતને વરેલા!
                   અમે પાદરમાં ઝાટકે ખરેલા!...

          પરબારા જાય પંચકલ્યાણી સૂરજના
                   ખેરવતા કિરણોની ધૂળ,
          અમ-થી ઊગેય નહીં કાળમીંઢ અંધારાં
                   ખોડેલાં નીંભર છે મૂળ;
ભાંગેલાં કોડિયાંના ડાયરા વચાળે, હવે
                    ઢોળાતા ઘૂંટ – જે ભરેલા!
                   અમે પાદરમાં ઝાટકે ખરેલા!...

૧૯૭૦

(અંતરનું એકાંત, પૃ. ૬૩)