અનેકએક/વર્તુળ

From Ekatra Wiki
Revision as of 16:24, 25 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "{{center|'''વર્તુળ'''}} <poem> '''૧''' કેન્દ્ર ભણી ધસધસ વહી આવતી પ્રચંડ નિર્બંધ રિક્તતા પરિઘે ખાળી લીધી છે આંતર્-બહિર કેન્દ્રીયતા સામસામે '''૨''' નર્યા ખાલીપાપૂર્વક સમગ્ર વર્તુળ કેન્દ્રને આશ્લેષે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

વર્તુળ

<poem>

કેન્દ્ર ભણી ધસધસ વહી આવતી પ્રચંડ નિર્બંધ રિક્તતા પરિઘે ખાળી લીધી છે આંતર્-બહિર કેન્દ્રીયતા સામસામે


નર્યા ખાલીપાપૂર્વક સમગ્ર વર્તુળ કેન્દ્રને આશ્લેષે છે પ્રપૂર્ણ એકાગ્રતા એને ભુજા આઘે ગ્રહી રાખે છે


વર્તુળ વગરનું કેન્દ્ર એક અમથું ટપકું રઘવાયું નિરાકાર કેન્દ્રબિંદુ વગરનું વર્તુળ અમસ્તો અન્-અર્થ ચકરાવો શૂન્યાકારનો


ત્રિજ્યા સિવાયના તમામ સંપર્ક કેન્દ્રને અવગણે છે ત્રિજ્યા, શક્ય અનંત ત્રિજ્યાઓને અનંત ત્રિજ્યાઓ કેન્દ્ર પરિઘ વચ્ચેના અવકાશને


અનેકાનેક વર્તુળ એકમેકને છેદી વિચ્છેદી રહ્યાં છે પરિઘ પરનાં બિંદુ કેન્દ્ર કેન્દ્ર પરિઘનાં બિંદુ થઈ એક નિર્લય આકૃતિ ઉપસાવી રહ્યાં છે


પરિઘને નથી આદિ ન અંત ન કેન્દ્રને. રિક્તતા સમેટાઈ ઘનઘટ્ટ થઈ બિંદુમાં રમમાણ રહે કે પ્રસ્તારે અનવરત પરિભ્રમણમાં રિક્તતાના આકારભેદે કેન્દ્ર-વર્તુળ અદ્વૈત છે


સામસામા બરોબર અડધોઅડધ હિસ્સા ગોઠવી દઈ કેન્દ્રે અથ-ઇતિનું છદ્મચક્ર ધારણ કર્યું છે. વ્યાસજી વચ્ચોવચ્ચ રહી પૂર્ણતાને અવરોધી રહ્યા છે.


આ એકધારું એક અંતર કેન્દ્રનું પરિઘથી પરિઘનું કેન્દ્રથી શબ્દકાળાતીત એનું એ... નિરંતર