શાંત કોલાહલ/પુનર્મિલન

From Ekatra Wiki
Revision as of 16:29, 27 March 2023 by Meghdhanu (talk | contribs) (+created chapter)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
પુનર્મિલન

તું આમ પંથ પર જાય મળી અચિંત !
કૈં કેટલી ઋતુ વહી ગઈ, જેની સાથ
તારી અકાય સ્મૃતિનો લય; મૂર્તિમંત
શી આંહિ તું પ્રગટતી ફરી કિંતુ આજ !

ભેળાં મળે જલદઅંતર બે અને આ
નેત્રે રમે તડિત રેલતી તેજ તેજ !
આનંદમંદ્રમય કોઈ પ્રસન્નતાને
ગોરંભ ભૂમિઉર આર્દ્ર, ઝીલંત હેત !

ને પૂર્વના મિલનની વચલો પ્રલંબ
જે કાલ, શૂન્ય સમ તે, જ્યાં અભેદ :
રે એ જ મૌગ્ધ્ય, વળી એ જ ઉમંગ રંગ
ને એ જ સન્નિધિ-સમાધિની માંહિ એક !

શી વાયુની લહર આવતી મંદ મંદ
માટીની આ વહતી પ્રાણ વિષે સુગંધ !