શાંત કોલાહલ/સંદર્ભ

From Ekatra Wiki
Revision as of 14:07, 14 April 2023 by Meghdhanu (talk | contribs)
Jump to navigation Jump to search
સંદર્ભ
રાગિણી : પૃષ્ઠ ૩૩

કોઈ પણ કલાનો સાક્ષાત્કાર એની સાથેના તાદાત્મ્ય સિવાય સધાતો નથી. ભારતીય સંગીતમાં પણ રાગરાગિણીના પ્રાકટ્ય માટે ગાયક કે વાદક પોતાના ચિત્તમાં તેના નાદમય સ્વરૂપનું ધ્યાન ધરે છે અને જે નાદમય છે તે આમ પિંડસ્થ, મૂર્તિમંત બને છે. રાગરાગિણીનાં આપણાં પ્રાચીન ચિત્રોમાં આલેખાયેલાં રાગનાં સ્વરૂપ એના રસભાવનાં દ્યોતક હોય છે.

રાગિણીનાં કરેલાં આ શબ્દચિત્રોમાં, રસશાસ્ત્રમાં નિર્દિષ્ટ નાયકનાયિકાના મનોભાવોને નહિ, પરંતુ, આપણા ગાર્હસ્થ્ય જીવનને જ નજર સમક્ષ રાખ્યું છે. એનો ક્રમ એના ગાન સમય અનુસાર રાખવા યત્ન કર્યો છે. પણ જ્યાં તજ્‌જ્ઞોમાં મતભેદ પર્વતે છે ત્યાં યોગ્ય લાગ્યો તે સમયે લીધો છે. તદઅનુસાર દિનરાત્રિના જુદા જુદા પ્રહરોમાં ગૃહિણીનું જે નવ-અભિવન સ્વરૂપે દર્શન થાય છે એનું આ કાવ્યોમાં આલેખન છે.

લલિત : લલિત લલિત સુવરણ વરણ સુવરણ ભૂષણ વાસ

મધુપ્રભાત ગૃહસોં નિકસી થાડી જીય પિય પાસ પીત દુકૂલ ધરે નવ ચંપક ફૂલ ગરે મિલે અમવા અશોકઈ સોનસે અંગની સોનેકે ભૂષણ પ્રાતવસંત પિકી ધુનિ ધોકઇ ઓઢી સુધા મધુરાધર માધવી પાયો સુધાધર છાંડી સુરોકઈ ચાહતી હય સંગમ કો લલિતા ગૃહતૈં ચલી તાહી વિલોકઈ

(રાગ રત્નાગર)

તોડી : કાદમ્બરી – રસ – વિપૂરિત –કાચ પાત્રમ્

વિન્યસ્ત વામ કર શોભિત ચારુવકત્રમ્ સવ્યેન નાયક પટાગ્ર દશામ્ (?) વ્હન્તીમ્ તોડી સદા મનસિ મે પરિચિન્તયામિ !

દેશી : ઉશીરાગાર નિવાસમ્ કુસુમ માલંચક રામ્ સુગૌરાંગીમ્

રુચિરામ્ વરાવૃતામ્ તામ્ દેશીમ્ ધ્યાયામિ યુવતિ-કર-સુસંગીમ્ નીલ વસન ગૌર સુતન સોવત પતિ પૈ ખડી આમ્રન તાન પાની અંજન ચાહ રમણકી ભારી રૂપરસિક ગાવન પીક પ્રિતમ મનમોહની જોવત મત રીઝત ચિત દેશી કહત રાગની.

મધુમાધવી : ગૃહીત મધુપાત્રકમ્ પટ સનાથ નાથાલિકામ્

જવાકુસુમ સમારુણાથ વિમલ ચારુ પીતામ્બરામ્ દ્વિતીય કરશીદત(?) પ્રકટ સંવરાદંવરામ સ્મરાનિ મધુમાવતીમ્ મનસિ મે સદા માનિનીમ્ Ragas & Raginis by : O.C.Gangoli

ભૈરવી  :

ત્રિમૂર્તિ : પૃષ્ઠ ૫૧

૨ મુગ્ધા : પંક્તિ ૧૦, નૂરી : પોપટની જાતનું પંખી, કામદેવનું વાહન
૩ માતા : સલિલ...પદ્મ: According to hindu conception. the waters are female, they are maternal, procreative aspect of the absolute, and the Cosmic lotus is their generative organ. The Cosmic lotus is called ‘the highest form or aspect of Earth”
Heinrich Zimmer
(Myths and Symbols in Indian Art and Civilization)

અગ્નિબિંદુ The fiery lingam is s form of the Axis Mundi, and can be equated with the shaft of light or lightning (Vajra) that penetrates and fertilizes the yoni, the alter, the earth, the Mother of the Fire, - for light is the progenitive power’

અગ્નિબિંદુને અનુલક્ષીને શ્રી યંત્ર વિષે...The downward tringle is a female symbol corresponding to the yoni, it is called ‘Shakti’ The upward pointing triangle is the male, the lingam, and is called, the Fire(Vahni). Vahni is synonymous with Tejas, fiery energy, solar heat, kingly splendor, the threatening power of the ascetic, the bodily hear of the warm blooded organism, the life force condensed in the male seed. - Heinrich Zimmmer


સ્થાનાંતર : પૃષ્ઠ ૫૪

ભાલ-ભ્રૂમધ્ય પર જ્યાં ચંદ્રક થાય છે તે સ્થાપન આજ્ઞાચક્રનું છે. ષડ્ચક્ર વિવરણમાં આજ્ઞાચક્રને બે દલનું શ્વેત પદ્મ કહ્યું છે. તેની ઉપર સહસ્રાર ને માર્ગે રક્તબિંદુનું સ્થાન છે. એ જ સ્થાને બહાર ભાલ પર ચંદ્રક કરવામાં આવે છે.

પૃષ્ઠ ૭૨ પંક્તિ ૨૩ સ્મૃતિ-ઉડુપિની : સ્મૃતિ રૂપી નાવ.
ઢળતી રાતે : પૃષ્ઠ ૧૦૯
૨ પ્રથમ પ્રહરે :

■ ■ ■