દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૯. વચનવિવેક વિષે

From Ekatra Wiki
Revision as of 15:58, 4 April 2023 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૯. વિચન વિવેક વિષે|}} <poem> મુખની વરાળ કાઢી નાખતાં કળાય પેટ, તે માટે મોટા મનુષ્ય મત નથી તાણતા; જ્વાળામુખી થકી જો ન નીકળે ગંધક રસ, જમીનના પેટમાં શું છે તે કોણ જાણતા; પાણી કે પાષાણ હશ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૯. વિચન વિવેક વિષે

મુખની વરાળ કાઢી નાખતાં કળાય પેટ,
તે માટે મોટા મનુષ્ય મત નથી તાણતા;
જ્વાળામુખી થકી જો ન નીકળે ગંધક રસ,
જમીનના પેટમાં શું છે તે કોણ જાણતા;
પાણી કે પાષાણ હશે, કે સોનાની ખાણ હશે,
એવું એવું ધારીને અચંબો ઉર આણતા;
સુણો રૂડા રાજહંસ દાખે દલપતરામ,
વાસતે વાચાળને લોકો નથી વખાણતા.