દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૧૫. કેડેથી નમેલી ડોશી
Revision as of 16:11, 4 April 2023 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૫. કેડેથી નમેલી ડોશી|મનહર છંદ}} <poem> કેડેથી નમેલી ડોશી દેખીને જુવાન નર, કહે શું શોધો છો કશી ચીજ અછતી રહી; કહે ડોશી બાળપણું ખબર વિના મેં ખોયું, જુવાનીમાં દીવાની તારા જેવી ગતી રહ...")
૧૫. કેડેથી નમેલી ડોશી
મનહર છંદ
કેડેથી નમેલી ડોશી દેખીને જુવાન નર,
કહે શું શોધો છો કશી ચીજ અછતી રહી;
કહે ડોશી બાળપણું ખબર વિના મેં ખોયું,
જુવાનીમાં દીવાની તારા જેવી ગતી રહી;
છવાઈ જરાની છાયા, કાયાના વિંખાયા બંધ,
ગાયા ન ગોવિંદરાયા, માયામાં મતિ રહી;
ઝુકી ઝુકી ડોકી વાંકી રાખી દલપતરામ,
જોતી હું કરું છું જે જુવાની ક્યાં જતી રહી.